પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી(Pension Fund Regulatory and Development Authority)એ ગુરુવારે જાહેરાત કરી છે કે એસેટ અન્ડર મેનેજમેન્ટ (AUM) પાંચ લાખ કરોડ રૂપિયાની મર્યાદા ઓળંગી ગઈ છે. રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (National Pension System) અને અટલ પેન્શન યોજના(Atal Pension Yojana) હેઠળના ગ્રાહકોના યોગદાનને 12 વર્ષના ગાળામાં સંયુક્ત રૂપે આ ઐતિહાસિક આંકને સ્પર્શવામાં મદદ કરી. છેલ્લા કેટલાક વર્ષોમાં એનપીએસ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં વૃદ્ધિ નોંધપાત્ર રહી છે. સરકારી ક્ષેત્રના 70.40 લાખ કર્મચારીઓ અને બિન-સરકારી ક્ષેત્રના 24.24 લાખ કર્મચારીઓ આ યોજનામાં જોડાયા છે.

નિયમનકારી સંસ્થા પીએફઆરડીએ ગ્રાહક નોંધણી, બહાર નીકળવાની પ્રક્રિયા અને અન્ય સેવા વિનંતીઓને સરળ અને ગ્રાહકને અનુકૂળ બનાવવા માટે નિયમિતપણે પ્રયત્નશીલ છે. તે નિયમિત રૂપે ઓટીપી/ઈ-સાઈનિંગ બેસ્ડ ઓન બોડિરંગ, ઓફ લાઈન આધાર બેસ્ડ ઓન બોડિરંગ, થર્ડ પાર્ટી ઓનબોડિરંગ બાદ કેવાયસી સત્યાપન, ઈ-નામાંકન, એનપીએસ સબ્સક્રાઈબર્સ માટે ઈ-એગ્ઝિટ જેવા વિભિન્ન સબ્સક્રાઈબર ઓથેન્ટિકેશનનાં નવા રીતને રજૂ કરે છે.

પીએફઆરડીએના અધ્યક્ષ સુપ્રતિમ બંદોપાધ્યાયે કહ્યું કે, એયુએમ હેઠળ 5 લાખ કરોડ રૂપિયાની મર્યાદા હાંસલ કરવી એ એક મોટી સિદ્ધિ છે. આ પીએફઆરડીએ અને એનપીએસમાં ગ્રાહકોનો વિશ્વાસ બતાવે છે. અમે વધુ સારી સિસ્ટમ્સ અને કુશળ વ્યાવસાયિક ભંડોળ મેનેજરો સાથે એક મજબૂત અને વિશેષ સિસ્ટમ પર કામ કર્યું છે, જે અમારા ગ્રાહકોને તેમના નિવૃત્તિ ફંડ જમા કરવામાં સક્ષમ બનાવે છે.”
READ ALSO
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત