GSTV

ખુશખબર/ દરેક ભારતીય માટે ઓગસ્ટ મહિનો અતિ સુખદ : PM મોદીએ ટ્વીટ કરીને આપી આ જાણકારી, જાણી લો શું થયા લાભ

મોદી

Last Updated on August 2, 2021 by pratik shah

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા એક નવું ડિજિટલ સોલ્યુશન લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં એવી ઘટનાઓ થઈ છે, જે દરેક ભારતીય માટે સુખદ છે. આ સાથે જ બીજી ટ્વીટમાં તેમણે ઓલમ્પિકમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શનના વખાણ કરતાં કહ્યું કે આશા છે કે ભારતને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડવા માટે 130 કરોડ ભારતીય કડક મહેનત ચાલું રાખશે.

દરેક ભારતીય માટે સુખદ છે ઓગસ્ટ: પીએમ મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું, જેવો ભારતે ઓગસ્ટમાં પ્રવેશ કર્યો છે, તે અમૃત મહોત્સવની શરૂઆતનું પ્રતીક છે. અમે કેટલીય એવી ઘટનાઓ જોઈ છે જે દરેક ભારતીય માટે સુખદ છે. રેકોર્ડ ટીકાકરણ થયું છે અને ઉચ્ચ જીએસટી સંખ્યા પણ મજબૂત આર્થિક ગતિવિધિનો સંકેત આપી રહી છે.

130 કરોડ ભારતીય જારી રાખશે કડક મહેનત: પીએમ મોદી

બીજી ટ્વીટમાં પીએમ મોદીએ કહ્યુ, પીવી સિંધુએ ના માત્ર એક યોગ્ય પદક જીત્યો છે પરંતુ અમે ઓલમ્પિકમાં પુરૂષ અને મહિલા હૉકી ટીમના ઐતિહાસિક પ્રયાસો પણ જોયા છે. મને આશા છે કે 130 કરોડ ભારતીય, ભારતને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડવા માટે કડક મહેનત કરવાની ચાલુ રાખશે, કેમ કે દેશ અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે.

MODI

પીએમ મોદી આજે લોન્ચ કરશે નવો પેમેન્ટ સોલ્યુશન

પીએમ મોદી વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા આજે એક નવું ડિજિટલ સોલ્યુશન લોન્ચ કરશે. આ ઈ વાઉચર આધારીત ડિજિટલ પેમેન્ટ સોલ્યૂન e-RUPI હશે. તેનો મુખ્ય ઉદેશ ડિજિટલ પેમેન્ટને સરળ અને સાથે સાથે સુરક્ષિત બનાવવામો પણ છે. e-RUPIને નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ નાણાંકીય સેવા વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર મંત્રાલય અને રાષ્ટ્રીય પ્રાધિકરણની સાથે મળીને બનાવ્યું છે.

READ ALSO

Related posts

ચીનની મોટી છલાંગ / 90 દિવસની અકવાસી સફર ખેડી 3 ચાઈનીઝ એસ્ટ્રોનોટ ધરતી પર પરત ફર્યા

Pritesh Mehta

હાઈકોર્ટે આપ્યો પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ, માતા-પિતાને દરરોજ આપતો હતો પીડા

Zainul Ansari

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!