GSTV
Entertainment Television Trending Videos Viral Videos

કોમેડી ક્વિન ભારતીસિંહે આપ્યું DID super moms માટે ઓડિશન, જમીન પર સૂઈને નાગિન ડાન્સ કર્યા પછી… જોઈ લો વીડિયો

કોમેડી ક્વીન ગણાતી ભારતી સિંહને લોકો મનોરંજનથી ભરેલો પટારો માને છે. ભારતીની એન્ટ્રી હોય કે અદાકારી તે સતત લોકોનું મનોરંજન કરે છે. ભારતી જે નાઈટ શોનો હિસ્સો બને છે ત્યાં લોકોને હસીને લોટપોટ કરી નાંખે છે. હાલમાં હાન્ડ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટરના ફિનાલે એપિસોડમાં ભારતીએ પોતાના મજેદાર અંદાજમાં ધૂમ મચાવી દીધી હતી. શોમાં ભારતી સિંહે ડીઆઈડી સુપર મોમ્સ માટે ધમાકેદાર ઓડિશન આપ્યું હતું. ભારતીનો વીડિયો જોઈને તમે પણ તમારા હાસ્ય પર કંટ્રોલ નહીં કરી શકો.

ડીઆઈડી લિટલ માસ્ટરના સ્ટેજ પર ભારતી સિંહ ધમાકેદાર એન્ટ્રી કરે છે અને કહે છે, સુપર મોમ તો ચાલુ થવાનું છે ને ? મારું એકવાર ઓડિશન લો. ભારતીની વાત પર શોના જજ રેમો ડિસોઝાએ તેને પૂછ્યું, તમે છેલ્લી વાર ક્યારે પરફોર્મ કર્યું હતું? એ બાબતનો જવાબ આપતાં ભારતી કહે છે કે ગણપતિ ઉત્સવ પર. આ પછી ભારતી બ્લોકબસ્ટર ફિલ્મ પુષ્પાના સામી સામી ગીત પર ફની રીતે ડાન્સ કરવાનું શરૂ કરે છે અને પછી.

ભારતીની ફની સ્ટાઈલ જોઈને જજ ખડખડાટ હસી પડ્યા

ભારતી સિંહ પહેલા તેની જીભ બહાર કાઢીને સામી સામી સોંગ ઉપર જોરદાર ઠુમકા લગાવે છે અને પછી ફ્લોર ઉપર સૂઈને નાગ ડાન્સ કરવાનું શરૂ કરે છે. ભારતીનો ફની ડાન્સ જોઈને શોના જજ ખડખડાટ હસીને લોટપોટ થઈ ગયા.રેમો ડિસોઝાએ રિજેક્ટ કરવા છતાં ભારતી સ્ટેજ છોડતી નથી. આવી સ્થિતિમાં તેમને ક્રૂ મેમ્બર્સ ઘસેટીને તેને બહાર લઈ જાય છે. ભારતીની સ્ટાઈલ જોઈને તમે પણ તમારું હાસ્ય રોકી નહીં શકો.

ડીઆઈડી લિટલ માસ્ટર શો પૂરો થઈ ચૂક્યો છે. હવે નિર્માતાઓ ટૂંક સમયમાં ડીઆઈડી સુપર મોમ્સ શો લાવી રહ્યા છે. આ શો 2જી જુલાઈથી શરૂ થવા જઈ રહ્યો છે. ડીઆઈડી લિટલ માસ્ટરને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. હવે ડીઆઈડી સુપર મોમ્સમાં દેશભરની માતાઓ તેમની નૃત્ય કુશળતાથી કેવી ધમાલ મચાવે છે એ જોવાની વાત રહેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

મોદીના ફરમાન પછી સંઘે તિરંગો અપનાવ્યો, કચવાટ થતાં ઈતિહાસ બદલાયો

GSTV Web Desk

મેડિકલ-એન્જીનિયરિંગ માટે એક જ એન્ટ્રન્સ ટેસ્ટ, મોદી સરકાર કરી રહી છે મોટા ફેરફારો

Hardik Hingu

મમતા બેનર્જીના ટ્વિટર પરથી ગાયબ થયો જવાહરલાલ નેહરુનો ફોટો, કોંગ્રેસ ભડકીઃ આપ્યો આ રીતે જવાબ

GSTV Web Desk
GSTV