GSTV

ઓડિયો ક્લીપ મુદ્દે વારંવાર સવાલો પૂછાતા અધ્યક્ષ ભડક્યા કહ્યું, બળાત્કાર પીડિતા જેવું ફિલ થાય છે

Last Updated on February 13, 2019 by Mayur

કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ રમેશ કુમારે પોતાની તુલના એવી બળાત્કાર પીડિતા સાથે કરી જેને વારંવાર સવાલ જવાબો કરવામાં આવે. તેમનો સીધો ઈશારો વિવાદાસ્પદ ઓડિયો ટેપને લઈ તેમના પર વાંરવાર લગાવવમાં આવી રહેલા આરોપો પર છે. આ ઓડિયો ટેપના વિવાદને લઈ સરકારે વિશેષ તપાસ દળ એસઆઈટીની પણ નિમણૂંક કરી છે. તેમણે આ વિવાદાસ્પદ ટીપ્પણી વિધાનસભામાં થઈ રહેલી ચર્ચા દરમ્યાન કરી હતી.

ઓડિયો ક્લિપમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ એસ યેદિયુરપ્પાને કોંગ્રેસ જેડીયુ સરકારને પછાડવાની વાત કરી રહ્યા છે અને એક ધારાસભ્યને લોભામણી લાલચ પણ આપી રહ્યા છે. સ્પીકરે તેમના પર લાગેલા આરોપોનો વારંવાર ઉલ્લેખ કરતા કહ્યું કે એમની સ્થિતિ એક બળાત્કાર પીડિતા જેવી થઈ ચૂકી છે. કારણ કે તેમને પણ આ વિશે વારંવાર સવાલો પૂછવામાં આવી રહ્યા છે.

હાલમાં જ આ ઓડિયોક્લીપ વાઈરલ થઈ હતી જેમાં રાજ્યના મુખ્યમંત્રી તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે યેદિયુરપ્પા અમારી પાર્ટીને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આરોપોનો સામનો કરી રહેલા યેદિયુરપ્પાએ વળતો જવાબ આપતા કહ્યું હતું કે ક્લિપ ખોટી છે. અને મુખ્યમંત્રી કુમારસ્વામીના તમામ નિવેદનોને ખોટો ઠેરવ્યા હતા.

મહત્વનું છે કે થોડા સમય પહેલા હરિયાણાના ગુરૂગ્રામ ખાતે આવેલા જંગલમાં પોતાના તમામ ધારાસભ્યોને લઈ ઓપરેશન લોટસ હેઠળ યેદિયુરપ્પા ગયા હતા. ઓપરેશન લોટસ સક્રિય થતા કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકાર ભડકી હતી અને તેમણે યેદિયુરપ્પા પર આરોપો લગાવ્યા હતા.

READ ALSO

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

સરહદ વિવાદ / આસામ અને મિઝોરમ વિવાદ ઉકેલાશે: પેરામિલિટ્રી થશે તૈનાત: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

Zainul Ansari

સોશિયલ મીડિયા પર યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફોલોઅર્સ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!