GSTV

રાજ્યસભાના કૃષિ બિલ પર ચાલી રહી હતી ચર્ચા અને અચાનક 20 મિનિટ સુધી બંધ થઇ ગયા માઇક્સ, જાણો શું હતું કારણ

સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ (CPWD) એ રવિવારે સપષ્ટ કર્યું હતું કે સંસદમાં લગભગ 20 મિનિટ માટે ઓડિયો ફીડ અટકી ગઈ હતી જયારે ત્રણ મહત્વના કૃષિ બિલ પસાર કરવામાં આવી રહ્યા હતા અને તેના પર ચર્ચા કરવામાં આવી રહી હતી. આ ઘટના 20 સપ્ટેમ્બરના રોજની છે જયારે સંસદમાં ચોમાસા સત્ર ચાલી રહયું હતું.

રાજ્યસભા

મહત્વના બિલની ચર્ચા સમયે જ ઓડિયો થયો બંધ

જયારે સમગ્ર વિપક્ષ થઈને  રહયું હતું ત્યારે તેમના વિરોધ વચ્ચે ત્રણેય બિલ પસાર કરી દેવામાં આવ્યા હતા. સમગ્ર શોરબકોર વચ્ચે 8 સાંસદોને રાજ્યસભા માંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જેને લઈને સભ્યો રાતભર ધરણા પર બેઠા હતા. એક આરટીઆઈ એપ્લિકેશનની અરજીના જવાબમાં CPWDએ સમગ્ર સ્પષ્ટીકરણ આપ્યું છે.

CPWDએ ટ્વીટ કરીને કર્યું સ્પષ્ટીકરણ

“સંસદની સુવિધાઓ મેઈનટેઈનન્સ કરતુ CPWD સ્પષ્ટ કરે છે કે સંસદનો 20 સપ્ટેમ્બરે બપોરે 1 વાગીને 5 મિનિટથી 1 વાગીને 35 મિનિટ સુધીનો ઓડિયો ફીડ બંધ થઇ ગયો હતો. આ માટેનું કારણ એવું હતું કે ચેરમેનની સીટ પાસે રહેલા માઈકને કેટલાક સાંસદો દ્વારા વિરોધ કરતા નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું.”

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર

Ali Asgar Devjani

વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ

Pravin Makwana

વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!