GSTV

વડોદરાના ડેપ્યુટી મેયરની કથિત ઓડિયો ક્લિપ વાયરલ, માર મારવાની આપી ધમકી

Last Updated on July 25, 2020 by Bansari

વડોદરા મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ ફરી વિવાદમાં આવ્યા છે. જીવરાજ ચૌહાણની એક કથિત ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે. જેમાં તેઓ જમીન વિવાદ મામલે માર મારવાની ધમકી આપી રહ્યા છે. જો કે જીએસટીવી આ ઓડિયો ક્લીપની પુષ્ટિ નથી કરતું. ઓડિયો ક્લીપમાં પાદરામાં વિધવા મહિલાની જમીન છોડાવવા મામલે વાતચીત સાંભળવા મળે છે. જેમાં ડેપ્યુટી મેયરના પુત્રનો પણ ઉલ્લેખ થાય છે. વિવાદમાં સમાધાન ન થતા વિધવા મહિલાએ ફોન કર્યો હતો. જે દરમ્યાન જીવરાજ ચૌહાણે વિવાદમાં વચ્ચે પડનાર સુનિલ આચાર્ય વડોદરા આવશે તો તેના ટાંટિયા તોડી નાંખીશું તેવી ધમકી ઉચ્ચારી છે.

વીજ શોક લાગતા એકનું મોત, ત્રણ સારવાર હેઠળ

વડોદરામાં મનહર નગરમાં કરૂણ ઘટના બની. અહીં વસતો પઢીયાર પરિવાર વીજ કરંટનો ભોગ બન્યો. તાર પર કપડા સુકવતી વખતે મહિલાને કરંટ લાગતા તેને બચાવવા જતા પતિને પણ કરંટ લાગ્યો. જે બાદ 6 વર્ષની બાળકીને પણ કરંટ લાગ્યો. જે બાદ સ્થાનિકો ત્રણેયને હોસ્પિટલ લઇ ગયા હતા. જે અંગેની જાણ થતા નજીકમાં રહેતો ભત્રીજો હાર્દિક પઢીયાર હોસ્પિટલ જઇ રહ્યો હતો ત્યારે તેને રસ્તામાં વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું. આમ પઢીયાર પરિવાર પર જાણે કુદરતે કેર વર્તાવ્યો હતો

READ ALSO

Related posts

બોડેલી પંથકના ખેડૂતોની બદતર હાલત,બે દિવસમાં બદલાઇ ગઇ પરીસ્થિતી:આકાશમાંથી વરસી આફત

pratik shah

આરજેડીના બિહાર સરકાર પર આક્ષેપ, નીતીશકુમાર લૂંટાવી રહી છે રાજ્યનો ખજાનો: તેજસ્વી યાદવ

Pritesh Mehta

પંજાબ કોંગ્રેસમાં ખટરાગ / પૂર્વ સીએમએ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓને ગણાવ્યા ‘અનુભવ વગરના બાળકો’

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!