GSTV
Gujarat Government Advertisement

મોદી સ્ટેડિયમમાં પહેલી મેચ નીરસ: જીત છતાં ધડાધડ પડતી ઈંગ્લેન્ડ ટીમની વિકેટોથી પ્રેક્ષકો માટે મેચ રહી રોમાંચવિહીન

ઈંગ્લેન્ડની ટીમ આમ પણ ભારતીય સ્પિનરોને રમવામાં નબળી છે. બેટ્સમેનોમાં રૂટને બાદ કરતા એકપણ બેટસમેન એવો નતી જે વિશ્વની કોઈપણ ટીમમાં સ્થાન મેળવી શકે.  બેન સ્ટોક્સ વર્તમન ક્રિકેટનો શ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે પણ તેની બેટિંગમાં સાતત્ય નથી. તે જે તે દિવસે રમે ત્યારે મેચ વિનિંગ હોય પણ બાકી તે સસ્તામાં આઉટ થઈજાય.

Gujarat Government Advertisement
ટીમ

ભારતના સ્પિનરો આમ પણ વિશ્વમાં સૌથી ચડિયાતા છે તેમાં પણ ભારતની ભૂમિ પર તો અચ્છી અચ્છી ટીમ ધૂળ ચાટતી થઈ ગઈ છે. એક જમાનામાં ઈંગ્લેન્ડ પાસે ગૂચ, ગેટિંગ, ગોવર, લેમ્બ અને બોથમ જેવા બેટ્સમેનો હતા. હવે એકાદ બેટસમેન જ તેવો ઉત્કૃષ્ટ છે. એથરટોન, માઈકલ વોન, થોર્પ, નાસીર હુસેન, સ્ટ્રોસ, ટ્રોટ જે તે સમયે મજબુત હતા. આ  ટીમમાં એકમાત્ર રૂટ છે જેને બાદ કરો તો ઈંગ્લેન્ડ બાંગ્લાદેશ સામે પણ સંઘર્ષ કરે. એન્ડરસન, બ્રોડ ક્લાસ બોલર કહી શકાય.

રૂટ ૧૫૦ રનની ઈનિંગ રમે  તો જ ઈંગ્લેન્ડના ૩૫૦ થાય તેવી ટીમ છે. અમદાવાદના પ્રેક્ષકોને બરાબરીનો જંગ હોય અને મજબુત બેટિંગ લાઈનઅપ હોય તો ટપોટપ વિકેટ પડે તો ગમે. એક તો નબળી ટીમ અને ઉપરથી પહેલા જ દિવસથી સ્પિનરોને મદદ કરતી પીચ પુરવાર થઈ  જે ટેસ્ટ મેચ માટેની સ્પોટિંગ પીચ ન કહેવાય. ઈંગ્લેન્ડે ત્રણ ફાસ્ટર રાખ્યા અને ભારતે ત્રણ સ્પિનર તેમાં જ એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ પીચ પર પાંચ દિવસ મેચ ચાલશે તો ચમત્કાર કહેવાશે.

ભારત ભલે જીતે જ પણ બીજા, ત્રીજા દિવસે જે સ્પિનિંગ ટ્રેક કે સ્પોટ હોય તે પહેલા દિવસે જ જોવા મળ્યા. ઈંગ્લેન્ડની ટપોટપ પડતી વિકેટ  પ્રેક્ષકોને રોમાંચ  નહોતી આપતી. તેઓને લડાયક મુકાબલાની તલાશ હતી. અહં તો પ્રથમ ત્રણ  કલાકની રમતમાં જ  ઈંગ્લેન્ડે ફ્લોપ શો બતાવીને મેચ વહેલી સમેટાઈ જશે તેવા એંધાણ આપી દીધા છે.

સ્ટેડિયમમાં રાષ્ટ્રધ્વજ લઈને જતા લોકોને રોકાતાં રોષ

ભારત- ઈંગ્લેન્ડની ટેસ્ટમેચ શરુ થતાં પહેલાં અમુક દર્શકો રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટે લાકડીમાં ભરાવીને આવ્યાં હતાં. એન્ટ્રી ગેટ પર પોલીસે લાકડી સાથે રાષ્ટ્રધ્વજ લઈને જવાની મનાઈ ફરમાવતા રોષ ફેલાયો હતો.

અમુક દર્શકોનો પ્રચંડ આક્રોશ જોઈને દર્શકોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આખરે, પોલીસે લાકડી વગર એકલો રાષ્ટ્રધ્વજ લઈ જવાની છૂટ આપી હતી. ઉલ્લેખનિય છે કે, નવનિર્મિત સ્ટેડિયમમાં ફોટોગ્રાફર્સને એન્ટ્રી નહીં અપાયા પછી બીજો વિવાદ દર્શકો સાથે થયો હતો જે શાંત પડાયો હતો. બપોરે બાર વાગ્યાના અરસામાં મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ પર પિન્ક બોલથી રમાનારી પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ જોવા માટે દર્શકોની ઉત્સાહભેર આવી રહ્યાં હતાં. આ સમયે એન્ટ્રી ગેટ પર અમુક દર્શકો રાષ્ટ્રધ્વજને લાકડીને ભરાવીને લઈ જઈ રહ્યાં હતાં. ક્રિકેટ મેચ દરમિયાન દર્શકો રાષ્ટ્રધ્વજ લહેરાવીને દેશદાઝ વ્યક્ત કરતાં હોય છે. પરંતુ, એન્ટ્રી ગેટ પર પોલીસે લોકોને રાષ્ટ્રધ્વજ સાથે લઈને જવાની મનાઈ ફરમાવી દીધી હતી.

પોલીસે વાંધો ઉઠાવતાં અમુક દર્શકોએ રાષ્ટ્રધ્વજને એન્ટ્રી ગેટ પર સન્માન સાથે મુક્યા હતા. જો કે, અમુક દર્શકોએ વાંધો ઉઠાવતાં ગરમાગરમી સર્જાઈ હતી. આ બાબતે મિડિયા સાથે અમુક દર્શકોએ વાતચિત કરતાં પોલીસ અધિકારીઓ હરકતમાં આવ્યાં હતાં. ફોટોગ્રાફર્સને નો-એન્ટ્રીના વિવાદ પછી દર્શકોને પાબંધી જેવો વિવાદ સર્જાતાં અધિકારીઓએ મામલો થાળે પાડયો હતો.

અધિકારીઓએ સમજ આપી હતી કે, રાષ્ટ્રધ્વજ લઈ જવાની મનાઈ ફરમાવવાનો મુદ્દો જ ઉપસ્થિત થતો નથી. સલામતી ખાતર સ્ટેડિયમમાં લાકડી લઈને જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આ પછી પોલીસ ટૂકડીઓએ દર્શકોની લાકડી મુકાવી દીધી હતી અને રાષ્ટ્રધ્વજ લઈને દર્શકોને સ્ટેડિયમમાં જવા દેવાયા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

બચેલી ચાય પત્તીઓનો આ રીતે કરો ઉપયોગ, ઘણા કાર્યો થઈ જશે સરળ

Pravin Makwana

કોરોનાકાળમાં આટલી વસ્તુનું કરો સેવન, વાયરસ નજીક પણ નહીં આવે, આજે લેવાનું કરી દો શરૂ

Pravin Makwana

લૌરા જેસોર્કા(Laura Jasorka), જે તેના બધા કપડાં ઉતારી અને પર્વત પર ચઢી ગઈ

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!