હવે આ કંપનીની Taxi આકાશમાં ઉડવા તૈયાર છે

લગ્ઝરી કાર નિર્માતા કંપની ઑડીએ પોતાની ફ્લાઈંગ ટેક્સીને એમસ્ટરડમમાં યોજાયેલ એક ઈવેન્ટમાં રજૂ કરી છે. આ ઈવેન્ટને ખાસ કરીને ભવિષ્યમાં થનારી મોબિલિટીની ઝલક દેખાય છે. ઑડી કંપનીએ આ પ્રોટોટાઇપ મૉડલનું ટેસ્ટિંગ હાલમાં જ પૂર્ણ કર્યુ છે, જેને પૉપઅપ નેક્સ્ટનું નામ આપવામાં આવ્યું છે.

જોકે, આ પૉપઅપ નેક્સ્ટનું એક નાનું મૉડલ બનાવવામાં આવ્યું છે, જેને ડ્રોન વીકમાં લોકોને બતાવવામાં આવ્યું છે. આ ઈવેન્ટમાં શું થયું તે તમને વિસ્તૃતમાં જણાવીએ છીએ. સૌપ્રથમ ડ્રોને ખા હૉલમાં એક ઉડાન ભરી અને પછી પોતાની નક્કી કરેલી જગ્યા પર લેન્ડ થયું. ત્યારબાદ એક નાની કાર ડ્રોનની નીચે આવીને ઉભી થઇ, જેમાં લાગેલુ પેસેન્જર્સ કેપ્સૂલ પોતાની જાતે લિફ્ટ થઈને ડ્રોનમાં ફિટ થયું. જે સારી રીતે લોક થયા બાદ ડ્રોન કેપ્સૂલને લઈને ઉડી ગયું. જોકે, આ ઈવેન્ટમાં પ્રોટોટાઇપ મૉડલને ઉડાન ભરવામાં કોઈ પણ પ્રકારનો કોઈ વાંધો આવ્યો નથી, પરંતુ તેમ છતાં પણ તેને કોમર્શિયલ ઉપયોગમાં લાવવામાં લગભગ અશક્ય છે.

કારણકે તેને બજારમાં ઉતારતા પહેલા સુરક્ષા સાથે જોડાયેલા ઘણાં ધોરણો પર વિચાર કરવાની જરૂર છે. આ પ્રોટોટાઇપ ડ્રોન ટેક્સીને એરબસ, ઑડી અને ઇટેલિયન ડિઝાઇન હાઉસે મળીને બનાવ્યું છે. જેને બનાવવામાં ચેસિસ વિથ વ્હીલ, ટૂ-સીટ કેપ્સૂલ ફૉર પેસેન્જર્સ અને 4 રોટર ડ્રોન બાદિનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter