GSTV

લ્યો ‘ચાર ચાર બંગડી’ વાળુ ગીત તો COPY નીકળ્યું, કોર્ટે આ કારણે લગાવી દીધી બ્રેક

જે ગીતથી ગાયિકા કિંજલ દવે જાણીતી થઈ છે. તે ‘ચાર બંગડીવાળી ગાડી’ ગીત તેને કોમર્શિયલ કાર્યક્રમોમાં ન ગાવાનો કોર્ટે આદેશ કર્યો છે. આ સાથે જ તેના પર કોપીરાઈટ ભંગનો આક્ષેપ પણ થયો છે.

અમદાવાદની કોમર્શિયલ કોર્ટે ગાયિકા કિંજલ દવેને 22મી જાન્યુઆરીની આગામી સુનાવણી સુધી આ ગીત ન ગાવા માટે કોર્ટે વચગાળાનો આદેશ કર્યો છે.

ઉપરાંત આ ગાયિકા દ્વારા ગવાયેલું ગીત ઇન્ટરનેટ પરથી હટાવી લેવા માટે અને ગીત કોઈને વેચવામાં ન આવે તેવો પણ કોર્ટે આદેશ કર્યો છે.

ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા ગુજરાતી યુવકે કોપીરાઈટ દાવો કર્યો છે કે આ ગીત તેણે લખ્યું છે અને ગાયું છે અને કિંજલ દવે દ્વારા તેની નકલ કરવામાં આવી છે.

જે બાદ અમદાવાદની કોમર્શિયલ કોર્ટે કિંજલ દવેને આ ગીત ન ગાવાના આદેશ કર્યો છે. અરજદારની કંપનીએ કોપીરાઇટ ધારા હેઠળ રજૂઆત કરી છે કે આ ગીત તેણે બનાવી તેનો વીડિયો યુટયૂબ પર વર્ષ ૨૦૧૬માં અપલોડ કર્યો હતો. તેના એક મહિના પછી ગીતમાં નહીંવત્ ફેરફારો કરી કિંજલ દવે એ આ ગીત ગાયું હતું અને ઓક્ટોબર-૨૦૧૬માં તેનો વીડિયો યુટયૂબ પર અપલોડ કરવામાં આવ્યો હતો.

નકલ કરાયેલું ગીત ત્યારબાદ બધે પ્રસિધ્ધ થયું હતું અને આ ગાયિકાને પણ તેના કારણે ઘણાં લાભો અને ચાહના મળી છે, પરંતુ આ ગીત હકીકતમાં જેની રચના છે તેને જરાપણ ક્રેડિટ કે ચાહના મળી નથી.

Read Also

Related posts

Coronaના કારણે અશાંત દેશોની સ્થિતિ વધુ બદતર થશે: રાષ્ટ્ર સંઘની શાંતિ જાળવવા અપીલ

Bansari

કોરોનાએ ડોક્ટરોને પણ ન છોડ્યા : દિલ્હીમાં 8 ડોક્ટરો શિકાર, 9 માસની ગર્ભવતી મહિલા ડોક્ટરને પણ કોરોનાનું સંક્રમણ

Karan

Corona ઈફેક્ટ: દેશની ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને 5 લાખ કરોડનું નુકસાન, 5 કરોડ લોકો ગુમાવશે નોકરી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!