ઔડાની મળી પ્રથમ બેઠક : 3 તાલુકાના ગામોને ડેલવપ કરાશે, બોપલ, ઘુમાનો થશે જબરજસ્ત વિકાસ

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં AUDA ની પ્રથમ બેઠક મળી હતી. બોર્ડની બેઠકમાં બોપલ, ઘુમા, મણિપુર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી રાહત મળશે તેવો મહત્વનો નિર્ણય લેવાયો હતો. AMCના ગ્યાસપુર વિસ્તાર સંચાલિત પાઇપ લાઇનને ઘુમા સુધી લંબાવવામાં આવશે. 60 કરોડના ખર્ચે બોપલ ઘુમા, મણિપુર વિસ્તારમાં 6 કરોડ લીટર પાણી પૂરું પાડવામાં આવશે.

ટૂંક સમય પહેલા AUDA સંચાલિત વિસ્તારમાં 10 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી અપાઈ હતી. બોપલ ઘુમા આસપાસના વિસ્તારમાં 3 કરોડના ખર્ચે નાખવામાં ડ્રેનેજ સિસ્ટમ નાખવામાં આવશે. સરદાર પટેલ રિંગ રોડની બંને બાજુ 9 મીટરનો સર્વિસ રોડ બનાવવા નિર્ણય લેવાયો છે. આ સમયે બાંધકામ પદ્ધતિમાં ખાસ ધ્યાન પણ રાખવામાં આવશે. 52 કરોડના ખર્ચે ઓઢવ બ્રિજ બનાવામાં આવ્યો છે. તો બોપલમાં ગાર્ડન બનાવવાનું 2 કરોડના કામની ચર્ચા કરાઇ હતી.

સાથો સાથ શાંતિપુરા ખાતે 94 કરોડના ખર્ચે બ્રિજ તેમજ સોલામાં 29 કરોડના ખર્ચે ટાઉનહોલ બનાવાશે. તો વસ્ત્રાલ ખાતે ગુજરાતના પ્રથમ પેડિસ્ટ્રીયન ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બીજી તરફ કલોલ, દહેગામ અને કઠવાડા ગામોને ડેવલોપ કરવામાં આવશે. વસ્ત્રાલ મેટ્રો ટ્રેન પસાર થતા એસેલિટર બ્રિજ બનાવવામાં આવશે. જેના પાછળ 14 કરોડ ખર્ચે થશે. મહત્વના કામોમાં આવનાર સમયમાં દહેગામ બ્રિજ 60 કરોડના ખર્ચે તેમજ શાંતી પુરા ગામ બ્રિજ 94 કરોડના ખર્ચે તૈયાર થશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter