GSTV

આને કહેવાય વિકાસ! એક સમયે મોર્નિંગ વોક માટે ઔડાએ બનાવેલો આ બગીચો જાળવણીના અભાવે બન્યો ઉજ્જડ, સ્થાનિકોમાં રોષ

Last Updated on October 22, 2021 by Dhruv Brahmbhatt

કલોલ શહેરના ગાયોના ટેકરા વિસ્તારમાં ઔડા દ્વારા બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે થોડા વર્ષોની અંદર જ આ બગીચો ઉજ્જડ બની જતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. બગીચાને ફરીથી વિકસાવવાની લોકોએ માગણી કરી છે. આ ઔડા ગાર્ડનના દરવાજા પાસે જ ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે તેમજ લોકો તેનો ઉપયોગ કુદરતી હાજતે જવા માટે કરતા હોવાનું રહીશોએ જણાવ્યું છે.

ઔડા ઝડપથી કામ કરે તેવી લાગણી આસપાસના સ્થાનિકોએ દર્શાવી

પ્રાપ્ત વિગતો અનુસાર કલોલના નાગરિકો માટે હરવા-ફરવા અને મોર્નિંગ વોક માટે ઔડાએ આ બગીચો બનાવ્યો હતો.જોકે હવે જાળવણીના અભાવે તે ઉજ્જડ થઇ ગયો છે. બગીચામાં પ્રવેશ કરવાના દરવાજા આગળ ગાંડા બાવળ ઉગી નીકળતા તેમજ લોકો કુદરતી હાજતે જવા માટે ઉપયોગ કરતા હોવાથી ભારે ગંદકી ફેલાઈ છે. આ કારણે અહીં ફેલાતી દુર્ગંધથી રહીશો તેમજ વાહનચાલકો પણ પરેશાન થઇ ગયા છે. ઔડા ઝડપથી આ અંગે કામ કરે તેવી લાગણી આસપાસના સ્થાનિક લોકોએ દર્શાવી છે.

morning walk

આ બગીચાની પાછળ જ આવેલ તળાવમાં લીલ અને ગંદકીના થર જામી ગયા છે. જો તેની પણ સાફ સફાઈ કરાવવામાં આવે તો તળાવ સ્વચ્છ બની શકે છે અને કલોલ શહેરના નાગરિકોને હરવા ફરવા માટે સુંદર સ્થળ મળી શકે છે. બગીચાના દરવાજા તેમજ તળાવ પાસે રહેલ ગંદકીને કારણે નજીક આવેલ કપિલેશ્વર મહાદેવની પ્રવિત્રતા પણ જોખમાય છે તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું. વધુમાં ઔડા ગાર્ડન બિસ્માર હાલતમાં હોઈ અહીં ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ થઇ શકે છે તેવી રહીશોએ ભીતિ વ્યક્ત કરી હતી.

READ ALSO :

Related posts

આવતી કાલથી રાજ્યમાં ત્રણ દિવસ સુધી યોજાશે ભાજપની OBC મોર્ચાની રાષ્ટ્રીય કારોબારી બેઠક, જાણો ક્યાં?

Dhruv Brahmbhatt

મોટા સમાચાર! કમોસમી વરસાદની અસર LRD અને પો.સ.ઈની ભરતી માટેની શારીરિક કસોટીઓની થઈ મોકૂફ, નવી તારીખો પછી થશે જાહેર!

pratik shah

રાજકોટ યાર્ડના ચેરમેન તરીકે જયેશ બોઘરાની નિમણૂંકથી જિલ્લાના સહકારી ક્ષેત્રમાં પાટીલના ખાસ વ્યક્તિની એન્ટ્રી, સત્તાધિશોમાં વહાલા-દવલાની નીતિ!

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!