અમદાવાદમાં AUDA દ્વારા એસ પી રિંગ રોડ પર છેલ્લા 5 વર્ષમાં 6 ફ્લાયઓવર તેમજ 1 પેડેસ્ટ્રીયન બ્રિજના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે કુલ 418 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ મહત્વની વાત એ છે કે તમામ બ્રિજ પૈકી એક પણ બ્રિજ નિયત સમયમર્યાદામાં પૂર્ણ થઇ શક્યા નથી.

અમદાવાદમાં મહાનગરપાલિકા હોય કે AUDA, વિકાસની મોટી મોટી વાતો તો કરવામાં આવે છે. પરંતુ, તંત્રએ હાથમાં લીધેલા આ વિકાસ કાર્યોની ગતિ ગોકળગાયને પણ શરમાવે તેવી હોય છે. ઔડા દ્વારા એસ પી રિંગ રોડ પર બ્રિજ નિર્માણની કામગીરીમાં પણ આવું જ જોવા મળી રહ્યું છે.

AUDA દ્વારા એસ પી રિંગ રોડ પર કુલ 7 જેટલા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું. પરંતુ, એક પણ બ્રિજનું કામ નિયત સમયમાં પૂર્ણ થયું નથી. ઓડા દ્વારા તૈયાર થઇ બ્રિજ અને તેનુ કામ પુર્ણ થવાની મુદત પર નજર કરીએ તો. દહેગામ જંક્શન ફ્લાયઓવર પાછળ 60.33 કરોડનો ખર્ચ થયો છે, બ્રિજનું કામ શરૂ કર્યાની તારીખ 1 જાન્યુઆરી 2019 છે, જ્યારે કે તેને પૂર્ણ કરવાની તારીખ 13 ડિસેમ્બર 2020 હતી. શાંતિપુરા જંક્શન પર 93.76 કરોડના ખર્ચે ફ્લાયઓવરનું નિર્માણ 1 જાન્યુઆરી 2019ના રોજ શરૂ થયું, જેને પૂર્ણ કરવાની તારીખ 30 જૂન 2021 હતી.

ઝુંડાલ જંક્શન પર ફ્લાયઓવર માટે 60.99 કરોડના ખર્ચે 2 જુલાઇ 2019ના રોજ કામ શરૂ કરવામાં આવ્યું, જે પૂર્ણ થવાની મુદ્દત 1 જાન્યુઆરી 2021 હતી. વસ્ત્રાલ જંક્શન પર પેડેસ્ટ્રિયન બ્રિજ માટે 17.85 કરોડના ખર્ચે 8 માર્ચ 2019ના રોજ કામ શરૂ થયું, જે પૂર્ણ તવાની મુદ્દત 7 સપ્ટેમ્બર 2019 હતી. મહેમદપૂરામાં ફ્લાયઓવર માટે 78.47 કરોડના ખર્ચે 5 માર્ચ 2019ના રોજ કામગીરી શરૂ કરાઇ, જે પૂર્ણ કરવાની સમયમર્યાદા 4 સપ્ટેમ્બર 2021 હતી. તો રણાસણ ફ્લાયઓવર માટે 53.79 કરોડના ખર્ચે 20 એપ્રિલ 2018ના રોજ કામ શરૂ થયું, જે પૂર્ણ થવાની મુદ્દત 19 એપ્રિલ 2020 હતી. તો સનાથલ જંક્શન પર ફ્લાયઓવર માટે 53.79 કરોડના ખર્ચે 20 એપ્રિલ 2018ના રોજ કામ શરૂ થયું, જે પૂર્ણ થવાની મુદ્દત 10 એપ્રિલ 2020 હતી.

અગાઉ પણ AUDA દ્વારા બોપલ અને ઓઢવ ફ્લાયઓવરના કામમાં પણ ભારે વિલંબ થયો હતો. જો કે તંત્ર કોરોનાનું કારણ આગળ ધરીને બચાવ કરી રહ્યું છે. પરંતુ આગામી દિવસોમા તંત્ર દ્વારા વધુ 10 ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે ઇતિહાસનુ પુનરાવર્તન ન થાય તે જરૂરી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…
MUST READ:
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં