હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટઅપ કંપની Atumobile પ્રાઈવેટ લિમિટેડ તેની નવી ઇલેક્ટ્રિક બાઇક Atum 1.0 બજારમાં લાવી છે. જી હા, જ્યાં મોંઘા ઈલેક્ટ્રિક વ્હીકલ ગ્રાહકોની પહોંચથી થોડા દૂર રહે છે, ત્યાં પોસાય તેવી કિંમતમાં આવતી આ ઈલેક્ટ્રિક બાઈક ઘણી પસંદ આવી શકે છે. પેટ્રોલની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને, ઇલેક્ટ્રિક વાહનો વધુ સસ્તો વિકલ્પ છે અને તેનો ઉપયોગ કરવાથી નાણાંની બચત તેમજ પર્યાવરણને પ્રદૂષિત થવાથી બચાવી શકાય છે. ચાલો એટમ 1.0 વિશે જાણીએ.
Atum 1.0 ની કિંમત
કિંમત વિશે વાત કરીએ તો Atum 1.0 ઇલેક્ટ્રિક બાઇકની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 74,999 રૂપિયા છે. આ ઈલેક્ટ્રિક બાઈકનું પ્રી-બુકિંગ માત્ર 999 રૂપિયામાં થઈ શકે છે.

Atum 1.0 ની સીરીઝ અને ફાસ્ટ ચાર્જિંગ
ચાર્જિંગ સમયની વાત કરીએ તો તેની બેટરી માત્ર 3.5 કલાકમાં ફુલ ચાર્જ થઈ શકે છે. તેની બેટરી સરળતાથી ચાર્જ થઈ શકે છે, કારણ કે તેમાં થ્રી-પિન પ્લગ ચાર્જર છે જે સુપર એફિશિયંટ અને આરામદાયક છે. બેટરી રેન્જ વિશે વાત કરીએ તો, એકવાર ફુલ ચાર્જ થયા પછી તે 100KM સુધી ચાલી શકે છે. માઇલેજને જોતા, તે માત્ર 7-10 રૂપિયામાં 100 કિમી સુધી ચલાવી શકાય છે, જે એકદમ સસ્તુ છે.
Atum 1.0 ની ફીચર્સ અને સ્પેસિફિકેશન
વોરંટીની વાત કરીએ તો, કંપની આ બાઇકની મોટર સાથે બે વર્ષની વોરંટી આપે છે, ત્રણ વર્ષની બેટરી પર વોરંટી મળે છે. સરળ રિઝોલ્યુશન, ઝડપી સેવા અને સ્પેરપાર્ટ્સની ઉપલબ્ધતા આ બાઇકને વધુ સારી બનાવે છે. આ બાઇકમાં 14 લીટરની બૂટ સ્પેસ આપવામાં આવી છે.

તેમાં આપવામાં આવેલી બેઠક યુવાન અને વૃદ્ધ રાઇડર્સ બંને માટે બેસ્ટ છે. આ બાઇકનું હાઇ ગ્રાઉન્ડ ક્લિયરન્સ તેને કોઈપણ પ્રકારના રસ્તા પર ડ્રાઇવ કરવા માટે આરામદાયક બનાવે છે. આ બાઇકને મેનેજ કરવું એકદમ સરળ છે, તેથી રેગ્યુલર સર્વિસ સેન્ટરની વિઝિટ લેવાની જરૂર નથી. વજનમાં હલકુ હોવાથી, તેનો ઉપયોગ તમામ ઉંમરના રાઇડર્સ કરી શકે છે. સેફ સ્પીડને લીધે, તે વધુ આરામદાયક અને કમ્ફર્ટેબલ છે. સૌથી મહત્વની વાત એ છે કે આ બાઇક ચલાવવા માટે લાયસન્સની જરૂર નથી. સાથે જ કોઇ રજીસ્ટ્રેશન નથી થતું તેથી કોઈપણ પ્રકારના ચલણનો ભય નથી.
Read Also
- એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ
- શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત
- કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ
- મંત્રી ગડકરીની નવી જાહેરાત / વાહનોને અકસ્માત પરીક્ષણોના આધારે મળશે સ્ટાર રેટિંગ, સુરક્ષિત વાહનો માટે થશે ઉપયોગી
- એક પાલતું પશુ વર્ષમાં છોડે છે 80 થી 120 કિલો મીથેન ગેસ, 1 વર્ષ કાર ચલાવવા જેટલું પર્યાવરણને થાય છે નુકસાન