GSTV
Home » News » સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની ફરી વ્યાપક તેજી : ઓટો, બેંકિંગ, મેટલ શેરોમાં આકર્ષણે સેન્સેક્સ 125 પોઈન્ટ વધીને 37271

સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની ફરી વ્યાપક તેજી : ઓટો, બેંકિંગ, મેટલ શેરોમાં આકર્ષણે સેન્સેક્સ 125 પોઈન્ટ વધીને 37271

Lok Sabha Election sensex

દેશમાં ઔદ્યોગિક-આર્થિક મંદી વકરી રહી છે, ત્યારે પાછલા દિવસોમાં મોદી સરકારે  ઉદ્યોગોને પ્રોત્સાહનો સાથે ફોરેન ઈન્વેસ્ટરોને સરચાર્જ મામલે રાહત આપ્યા છતાં શેરોમાં થતું આવેલું ધોવાણ અટકીને આજે વાસ્તવમાં ભારતીય શેર બજારોમાં શેરોમાં વ્યાપક તેજીના મંડાણ થતાં જોવાયા હતા. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગત અઠવાડિયે ઓટોમોબાઈલ ઉદ્યોગ સહિતની જીએસટીમાં રાહત સહિતની માંગને ધ્યાનમાં લેવાના સંકેત  આપતાં અને રિયાલ્ટી, ફાઈનાન્સ ક્ષેત્ર સહિતના ઉદ્યોગો માટે નવું આર્થિક પેકેજ આપવાના આશ્વાસનની પોઝિટીવ અસરે આજે ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીએ ફંડોએ સતત પાંચમાં દિવસે ઈન્ડેક્સ બેઝડ બજારને પોઝિટીવ ઝોનમાં બંધ આપ્યો હતો. આથી વિશેષ આજે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફરી વ્યાપક તેજીના મંડાણ થતાં જોવાયા હતા. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની શેરોમાં અવિરત દરેક ઘટાડે લેવાલી સામે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની સતત કેશમાં વેચવાલી છતાં બજારમાં મજબૂત સુધારાની ચાલ જોવાઈ હતી. અનેકગણા તૂટી ગયેલા રોકડાના શેરોમાં ફરી વ્યાપક તેજીનો સળવળાટ જોવાયો હતો. ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં તેજી સામે આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં સતત ધોવાણે સેન્સેક્સનો સુધારો આજે ૧૨૫.૩૭ પોઈન્ટ મર્યાદિત બનીને ૩૭૨૭૦.૮૨ અને નિફટી  સ્પોટ ૩૨.૬૫ પોઈન્ટ વધીને ૧૧૦૩૫.૭૫ બંધ રહ્યા હતા.

સેન્સેક્સ આરંભથી જ ઓટોમોબાઈલ શેરોની આગેવાનીએ તેજીમાં ઈન્ટ્રા-ડે ૧૯૮ પોઈન્ટ વધીને ૩૭૩૪૩ સ્પર્શયો

ટ્રેડીંગની શરૂઆત આજે અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૭૧૪૫.૪૫ સામે ૩૭૨૫૧.૦૩ મથાળે ખુલીને આરંભથી જ ઓટો ઉદ્યોગને પ્રોત્સાહનોની અપેક્ષાએ મારૂતી સુઝુકી, ટાટા મોટર્સ, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિતમાં ફંડોની તેજીએ અને મેટલ-માઈનીંગ શેરોમાં ટાટા સ્ટીલ, વેદાન્તા સહિતમાં આકર્ષણે અને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં યશ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એક્સીસ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી લિમિટેડ સહિતમાં ફંડો લેવાલ રહેતાં અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો, એશીયન  પેઈન્ટસ સહિતમાં મજબૂતીએ એક તબક્કે ૧૯૮.૦૧ પોઈન્ટ વધીને ૩૭૩૪૩.૪૬ સુધી પહોંચ્યો હતો. જે આઈટી શેરોમાં એચસીએલ ટેકનોલોજી, ટીસીએસ, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રામાં સતત વેચવાલી અને ઓએનજીસી, સન ફાર્મા, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પ, આઈટીસી, બજાજ ફાઈનાન્સ, હિન્દુસ્તાન યુનિલિવરનમાં વેચવાલીએ આ સુધારો અંતે ૧૨૫.૩૭ પોઈન્ટ મર્યાદિત બની અંતે ૩૭૨૭૦.૮૨ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ ૧૧૦૦૦ની સપાટી અકબંધ રહી : ઈન્ટ્રા-ડે ૧૧૦૫૪ સુધી જઈ અંતે ૩૩ પોઈન્ટ વધીને ૧૧૦૩૬

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૦૦૩.૦૫ સામે ૧૧૦૨૮.૫૦ મથાળે ખુલીને આરંભથી જ ઓટોમોબાઈલ શેરોમાં તેજીમાં મારૂતી સુઝુકી, ટાટા મોટર્સ, આઈશર મોટર્સ, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં યશ બેંકમાં પ્રમોટર્સ દ્વારા પોતાનું હોલ્ડિંગ વેચવાના અને પેટીએમ દ્વારા હોલ્ડિંગ ખરીદવાની ઈચ્છાએ ફંડોની તેજી અને ઈન્ડસઈન્ડ બેંક, સ્ટેટ બેંક, એક્સીસ બેંક, એચડીએફસી લિમિટેડ સહિતમાં આકર્ષણે અને મેટલ-માઈનીંગ શેરોમાં જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, વેદન્તા, હિન્દાલ્કો સહિતમાં તેજીએ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, લાર્સન, ટાઈટન, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ, અદાણી પોર્ટસ, બીપીસીએલ સહિતમાં લેવાલીએ એક તબક્કે વધીને ૧૧૦૫૪.૮૦ સુધી જઈ આઈટી શેરોમાં નરમાઈએ અંતે ૩૨.૬૫ પોઈન્ટ વધીને ૧૧૦૩૫.૭૫ બંધ રહ્યો હતો.

નિફટી ૧૧,૦૦૦નો પુટ ૫૩.૯૫ થી ઘટીને ૨૨.૮૫ : નિફટી ૧૧,૧૦૦નો કોલ ૧૬.૬૦ થી વધીને ૨૪ થઈ અંતે ૮.૮૦

ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફંડોએ આરંભિક મજબૂતી બાદ ઉછાળે તેજીનો વેપાર હળવો કર્યાની ચર્ચા હતી. નિફટી ૧૨,સપ્ટેમ્બર એક્સપાઈરીના વિવિધ કોલ-પુટ ઓપ્શન્સમાં નિફટી ૧૧,૦૦૦નો પુટ ૪,૭૩,૪૩૩ કોન્ટ્રેકટસમાં રૂ.૩૯,૧૪૫.૮૯ કરોડના કામકાજે ૫૩.૯૫ સામે ૪૦ મથાળે ખુલીે ઉપરમાં ૫૩.૮૦ થઈ ઘટીને ૧૪.૨૦ સુધી આવી અંતે ૨૨.૮૫ રહ્યો હતો. નિફટી ૧૧,૧૦૦નો કોલ ૪,૦૩,૩૮૧ કોન્ટ્રેકટસમાં રૂ.૩૩,૬૩૪.૮૩ કરોડના કામકાજે ૧૬.૬૦ સામે ૧૮.૯૦ મથાળે ખુલીને ઉપરમાં ૨૪ થઈ ઘટીને ૮.૩૫ સુધી આવી અંતે ૮.૮૦ રહ્યો હતો. નિફટી ૧૦,૯૦૦નો પુટ ૩,૩૫,૫૪૭ કોન્ટ્રેકટસમાં રૂ.૨૭,૪૪૯.૨૮ કરોડના કામકાજે ૨૨.૧૫ સામે ૧૯.૧૫ મથાળે ખુલીને ઉપરમાં ૨૨ થઈ ઘટીને ૩.૩૦ સુધી આવી અંતે ૪.૪૫ રહ્યો હતો.

બેંક નિફટી સપ્ટેમ્બર ફયુચર ૨૭,૫૫૧ થી વધીને ૨૭,૭૯૦ : નિફટી ફયુચર ૧૧,૦૨૫ થી વધીને ૧૧,૦૪૫

બેંક નિફટી સપ્ટેમ્બર ફયુચર ૧,૩૯,૩૨૧ કોન્ટ્રેકટસમાં રૂ.૭૭૪૦.૯૪ કરોડના કામકાજે ૨૭,૫૫૧,૩૫ સામે ૨૭,૬૬૦.૫૫ મથાળે ખુલીને નીચામાં ૨૭,૫૯૪.૪૦ સુધી આવી વધીને ૨૭,૮૯૭ સુધી જઈ અંતે ૨૭,૭૯૦ રહ્યો હતો. નિફટી સપ્ટેમ્બર ફયુચર ૧,૦૫,૬૨૨  કોન્ટ્રેકટસમાં રૂ.૮૭૬૩.૯૫ કરોડના કામકાજે ૧૧,૦૨૫.૨૫ સામે ૧૧,૦૨૬.૯૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૧,૦૮૮.૪૫ સુધી પહોંચી અંતે ૧૧,૦૪૫ રહ્યો હતો. નિફટી ૨૬,સપ્ટેમ્બર એક્સપાઈરીના વિવિધ કોલ-પુટ ઓપ્શન્સમાં નિફટી ૧૧,૦૦૦નો પુટ ૧૨૯.૧૦ સામે ૧૨૨.૦૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૨૬.૨૫ થઈ ઘટીને ૯૩ સુધી આવી અંતે ૧૦૯.૫૦ રહ્યો હતો. નિફટી ૧૧,૩૦૦નો કોલ ૦.૭૦ સામે ૦.૭૫ મથાળે ખુલીને ઉપરમાં ૦.૮૫ થઈ ઘટીને ૦.૧૦ સુધી આવી અંતે ૦.૧૫ રહ્યો હતો.

ઓટો ઉદ્યોગને રાહતોના સંકેત : ટાટા મોટર્સ જેગુઆરની રિકવરીએ વધ્યો : મારૂતી, આઈશર, એમઆરએફ વધ્યા

ઓટોમોબાઈલ ઉદ્યોગમાં સતત મંદીને લઈ ઓગસ્ટ મહિનામાં વાહનોના વેચાણમાં નોંધાયેલો ઘટાડો વર્ષ ૧૯૯૭ બાદનો સૌથી વધુ ઘટાડો થતાં ઉદ્યોગો દ્વારા સરકાર પાસે જીએસટીમાં ઘટાડાની થઈ રહેલી માંગને લઈ આગામી દિવસોમાં જીએસટી દરમાં રાહતની અપેક્ષાએ ઓટો શેરોમાં આજે ફંડોએ વ્યાપક તેજી કરી હતી. ટાટા મોટર્સના જેગુઆર-લેન્ડ રોવરના વેચાણમાં રિકવરી સાથે વેચાણમાં ૧૭ ટકા વૃદ્વિના આંકડાએ શેર રૂ.૧૨.૪૫ વધીને રૂ.૧૩૪.૩૫, આઈશર મોટર્સ રૂ.૮૦૬.૯૫ વધીને રૂ.૧૭,૦૧૨.૮૦, મારૂતી સુઝુકી રૂ.૨૬૪.૮૫ ઉછળીને રૂ.૬૫૯૮.૩૫, મધરસન સુમી રૂ.૪.૦૫ વધીને રૂ.૧૦૩.૩૦, ટીવીએસ મોટર રૂ.૧૪.૧૫ વધીને રૂ.૪૦૨.૮૦, બજાજ ઓટો રૂ.૮૯.૯૦ વધીને રૂ.૨૯૦૮.૪૫, ભારત ફોર્જ રૂ.૧૦.૯૦ વધીને રૂ.૪૧૧.૨૫, હીરો મોટોકોર્પ રૂ.૭૦.૫૫ વધીને રૂ.૨૭૬૦.૬૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૨.૭૦ વધીને રૂ.૫૪૫.૫૫, એમઆરએફ રૂ.૧૨૨૪.૫૫ વધીને રૂ.૬૦,૦૫૫.૪૦, અપોલો ટાયર રૂ.૨.૪૫ વધીને રૂ.૧૭૯.૧૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૯.૭૦ વધીને રૂ.૭૪૫.૦૫, બોશ રૂ.૧૪૨.૨૫ વધીને રૂ.૧૪,૨૫૨,૪૫, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૫.૩૫ વધીને રૂ.૫૮૨.૪૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૫૬૫.૫૨ પોઈન્ટ ઉછળીને ૧૬૬૬૫.૮૩ બંધ રહ્યો હતો.

ચાઈનાએ અમેરિકાની ચીજો પર ટેરિફમાં ઘટાડો કર્યો : જિન્દાલ, નાલ્કો, જેએસડબલ્યુ, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો, વેદાન્તા વધ્યા

ચાઈનાએ આજે અમેરિકાની કેટલીક ચીજો પરની ટેરિફમાં ઘટાડો જાહેર કર્યાના સમાચાર તેમ જ બન્ને દેશો વચ્ચે ટ્રેડ ટેન્શન  હળવું થવાના સંકેતે મેટલ-માઈનીંગ શેરોમાં આજે વ્યાપક લેવાલી રહી હતી. જિન્દાલ સ્ટીલ રૂ.૧૨.૧૫ વધીને રૂ.૧૦૭.૫૦, નાલ્કો રૂ.૧.૯૫ વધીને રૂ.૪૪.૪૦, ટાટા સ્ટીલ રૂ.૧૩.૬૦ વધીને રૂ.૩૬૭.૧૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૮.૦૫ વધીને રૂ.૨૨૭.૭૦, સેઈલ રૂ.૧.૨૦ વધીને રૂ.૩૪.૧૫,  વેદાન્તા રૂ.૪.૮૫ વધીને રૂ.૧૪૬, હિન્દાલ્કો રૂ.૪.૨૦ વધીને રૂ.૧૯૩.૪૫, એનએમડીસી રૂ.૧.૪૫ વધીને રૂ.૮૪.૩૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૧૪.૫૩ પોઈન્ટ વધીને ૮૯૮૦.૩૯ બંધ રહ્યો હતો.

યશ બેંકમાં પેટીએમ દ્વારા હોલ્ડિંગ ખરીદવાની તૈયારીએ શેર ઉછળ્યો : આરબીએલ બેંક, ઈન્ડસઈન્ડ, સ્ટેટ બેંક, એક્સીસ વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોની વ્યાપક લેવાલી થઈ હતી. યશ બેંકમાં વનનાઈનસેવન કોમ્યુનિકેશન ઓનર પેટીએમ દ્વારા હોલ્ડિંગ ખરીદવાની તૈયારી બતાવાતાં શેરમાં લેવાલીએ રૂ.૮.૫૦ ઉછળીને રૂ.૭૧.૬૦ રહ્યો હતો. આરબીએલ બેંક રૂ.૧૮.૧૦ વધીને રૂ.૩૭૮.૪૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩૭.૭૫ વધીને રૂ.૧૩૭૧.૭૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૭.૪૦ વધીને રૂ.૨૮૫.૩૦, એક્સીસ બેંક રૂ.૧૦.૧૦  વધીને રૂ.૬૮૧.૭૦, બીએફ ઈન્વેસ્ટ રૂ.૨૦.૭૦ વધીને રૂ.૨૮૮.૪૫, જીઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૩.૧૫ વધીને રૂ.૧૮૭.૧૦, ઈક્વિટાસ રૂ.૭.૭૫ વધીને રૂ.૧૧૬.૩૦, મેગ્મા રૂ.૪ વધીને રૂ.૬૨.૬૫, એલ એન્ડ ટી ફાઈનાન્સ રૂ.૩.૮૫ વધીને રૂ.૯૬.૭૫, બિરલા મની રૂ.૧.૩૦ વધીને રૂ.૩૪.૧૫, ડીએચએફએલ રૂ.૧.૮૫ વધીને રૂ.૫૦.૮૫, કેનેરા બેંક રૂ.૬.૭૫ વધીને રૂ.૨૦૪.૫૫, બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨.૧૫ વધીને રૂ.૬૮.૨૦, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૧.૭૫ વધીને રૂ.૭૪.૪૦, એબી કેપિટલ રૂ.૨.૧૦ વધીને રૂ.૯૬.૬૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૮૭.૭૦ પોઈન્ટ વધીને ૩૧૨૧૬.૧૪ બંધ રહ્યો હતો. 

રિયાલ્ટી ક્ષેત્રે પ્રોત્સાહનોની અપેક્ષાએ લેવાલી : ઓબેરોય રિયાલ્ટી, ગોદરેજ પ્રોપર્ટી, ડીએલએફ, સનટેક વધ્યા

રિયલ એસ્ટેટ ક્ષેત્રને રિવાઈવ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રોત્સાહનો-રાહતો જાહેર થવાની અપેક્ષાએ આજે રિયાલ્ટી શેરોમાં ફંડોની ફરી લેવાલી થઈ હતી. ઓબેરોય રિયાલ્ટી રૂ.૫૨.૩૫ ઉછળીને રૂ.૫૬૫.૦૫, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૬૧.૧૫ વધીને રૂ.૯૫૫.૩૫, ડીએલએફ રૂ.૬.૨૦ વધીને રૂ.૧૬૦.૪૦, સનટેક રૂ.૧૪.૮૫  વધીને રૂ.૪૬૫.૪૦,  પ્રેસ્ટિજ રૂ.૫.૬૦  વધીને રૂ.૩૦૨.૮૫, શોભા ડેવલપર્સ રૂ.૬.૨૦ વધીને રૂ.૫૩૨.૨૫ રહ્યા હતા.

ડોલર પાંચ પૈસા ઘટીને રૂ.૭૧.૬૫ : આઈટી શેરોમાં વિપ્રો, એચસીએલ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, ઓરેકલ ફિનસર્વ ઘટયા

રૂપિયા સામે અમેરિકી ડોલર આજે પાંચ પૈસા નબળો પડીને રૂ.૭૧.૬૫ થઈ જવા સાથે આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોની સતત વેચવાલી રહી હતી. વિપ્રો રૂ.૭.૪૫ ઘટીને રૂ.૨૪૮.૧૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૨૬.૯૦ ઘટીને રૂ.૧૦૫૭.૨૫, ટીસીએસ રૂ.૨૯.૩૫ ઘટીને રૂ.૨૧૫૩.૯૫, ટેક મહિન્દ્રા રૂ.૯.૧૫ ઘટીને રૂ.૭૦૩.૭૦, ઈન્ફોસીસ રૂ.૯.૧૦ ઘટીને રૂ.૮૨૦.૧૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૩૪.૩૫ ઘટીને રૂ.૩૦૦૮.૭૦ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફરી વ્યાપક તેજી : ૨૯૪ શેરોમાં તેજીની સર્કિટ : ૧૮૪૫ શેરો પોઝિટીવ બંધ

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફરી ફંડો, મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સક્રિયતા સાથે વ્યાપક તેજી થતાં માર્કેટબ્રેડથ અત્યંત પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૭૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૮૪૫ અને ઘટનારની સંખ્યા ૭૭૫ રહી હતી. ૨૯૪  શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૨૬૭ કરોડ, DIIની કેશમાં રૂ.૧૧૩૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝની આજે-બુધવારે કેશમાં રૂ.૨૬૬.૮૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૫૪૦૬.૦૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૧૩૯.૧૩ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૧૩૨.૪૨ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૪૪૪૪.૭૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૩૧૨.૩૧ કરોડની વેચવાલી થઈ હતી.

Read Also

Related posts

ઉન્નાવ ગેંગરેપ પર યોગી સરકાર ઘેરાઈ, પૂર્વ મુખ્યમંત્રીના વિધાનસભામાં ધરણા પર ઉતર્યા

Mayur

‘કિતની બાર બોલા મઇ તેરે કો… Virat કો મત છેડ ‘, અમિતાભ બચ્ચને ખાસ અંદાજમાં વેસ્ટઇન્ડીઝના બોલર્સને ચેતવ્યાં

Bansari

વિરાટ કોહલીએ વસૂલ્યો 2 વર્ષ જૂનો હિસાબ, મેદાનમાં ‘પત્તુ ફાડ્યું’ આ બૉલરનું

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!