GSTV
Home » News » અયોધ્યા ચૂકાદાને લઈ ડ્રોન દ્રારા ચાંપતી નજર, આ મોહલ્લામાં વધારાઈ સુરક્ષા દળની સંખ્યા

અયોધ્યા ચૂકાદાને લઈ ડ્રોન દ્રારા ચાંપતી નજર, આ મોહલ્લામાં વધારાઈ સુરક્ષા દળની સંખ્યા

સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે અયોધ્યામાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ. અયોધ્યાના એન્ટ્રી ગેટ પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ. અયોધ્યા શહેરમાં અંદર જવાના તમામ રસ્તા બંધ કરી દેવાય. વિવાદિત સ્થળની ચારેય તરફ બે કિલોમિટરના ક્ષેત્રફને સમગ્ર રીતે સિલ કરી દેવું છે. જેને રામકોટ મોહલ્લો કહેવાય છે. આ મહોલ્લામાં સુરક્ષા દળની સંખ્યા વધારી દેવાઈ છે. અયોધ્યામાં ફોર વ્હીલર પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. માત્ર ટુ-વ્હીલર ચલાવવાની જ પરવાની છે. જોકે કેટલીક જગ્યાએ ટુ-વ્હીલરને પણ પરવાનગી નથી. તો હનુમાનગઢીમાં પણ પોલીસને તૈનાત કરવામાં આવી છે. જ્યારે ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી છે.

પાંચ જજોની બેન્ચ ચુકાદો જાહેર કરશે

અયોધ્યાના ઐતિહાસિક રામ જન્મભૂમી અને બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચ ચુકાદો જાહેર કરવાની છે. સીજેઆઈની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટના પાંચ જજોએ રેકોર્ડ 40 દિવસ સુધી સુનાવણી કરી હતી. જસ્ટિસ રંજન ગોગોઈ કે જે દેશના વર્તમાન ચીફ જસ્ટિસ છે. તેમનો કાર્યકાળ 17 નવેમ્બરના રોજ પૂર્ણ થઇ રહ્યો છે. તેઓ 3 ઓક્ટોબર, 2018ના રોજ ચિફ જસ્ટિસ બન્યા હતા. જસ્ટિસ બોબડે સીજેઆઈ ગોગોઈની નિવૃત્તિ બાદ તેમનું સ્થાન લેશે. સુપ્રીમ કોર્ટ પહેલા તેઓ બોમ્બે હાઈકોર્ટ અને એમપી હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે. જસ્ટિસ અશોક ભૂષણ પણ ખંડપીઠમાં સામેલ છે. તેમનો કાર્યકાળ 4 જૂલાઈ 2021ના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટીસ એસ.અબ્દુલ નજીર પણ પાંચ જજોની ટીમમાં સામેલ છે.

અંતિમ નિર્ણય નહીં હોય

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા મામલે આ અંતિમ નિર્ણય નહીં હોય. ત્યાર બાદ રિવ્યુ પિટીશન દાખલ થઈ શકશે. રિવ્યુ પિટિશન એટલે કે પુનર્વિચાર અરજી તે બેંચ પાસે આવે છે જે બેંચ ચુકાદો સંભળાવે છે. આ ચુકાદો સંભળાવનાર ચીફ જસ્ટીસ રંજન સહિતના પાંચ જસ્ટીસ સમક્ષ પુનર્વિચાર અરજી આવે છે.

17 નવેમ્બર પહેલા થશે પૂનર્વિચાર

ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ 17 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. તો જો 17 નવેમ્બર પહેલા પુનર્વિચાર અરજી આવે છે તો તેને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની બેંચ સાંભળશે. અને જો 17 નવેમ્બર બાદ અરજી વશે તો નવા ચીફ જસ્ટીસ નક્કી કરશે કે રિવ્યુ પિટિશન પર સુનાવણી માટે જસ્ટીસ ગોગોઈની જગ્યાએ પાંચમાં જજ કોણ હશે. સુપ્રીમ કોર્ટ એ પણ નક્કી કરશે કે પુનર્વિચાર અરજી પર સુનાવણી કરવી કે ન કરવી. પુનર્વિચાર અરજી પર ઓપન કોર્ટમાં સુનાવણી નથી થતી. પરંતુ ચેમ્બરમાં થાય છે. જો અરજદાર ઓપન કોર્ટમાં સુનાવણી માટે અનુરોધ કરે અને કોર્ટ તે માટે તૈયાર હોય તો ઓપન કોર્ટમાં સુનાવણી થઈ શકે છે. આ સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ ઓપન કોર્ટમાં સુનવણી માટે તારીખ આપશે.

READ ALSO

Related posts

ચાર ચાર બોયફ્રેન્ડ સાથે શરીર સંબંધ બાંધ્યા બાદ બની ગર્ભવતી હવે બાપ કોણ આ માટે કાઢ્યો આ ઉપાય

Bansari

હવે મોદી કેબિનેટમાં ભળવા તૈયાર છે આ જૂનો સાથી, વાયએસઆર કોંગ્રેસનો પણ થઈ શકે છે સમાવેશ

NIsha Patel

ભાજપની કુનીતિઓને કારણે આવેલી મંદીના પરિણામે આવક ઝીરો છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!