GSTV

લોકડાઉનમાં મજબૂરીનો ફાયદો ઉઠાવતા પરપ્રાંતિયો, કારખાનેદાર-ઉદ્યોગકારો મૂંઝવણમાં મુકાયા

Last Updated on April 16, 2020 by Pravin Makwana

લોક્ડાઉન આગામી તા. 3 મે સુધી લંબાવવામાં આવતા રોજગારી માટે હજ્જારો કિલોમીટર દુર વતનથી સુરત આવનાર પરપ્રાંતીય કારીગરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કેટલાક કારીગરોએ કારખાનેદારો અને ઉદ્યોગકારો પાસે ખર્ચીના પૈસાની માંગણી શરૂ કરી છે અને જો નહિ આપે તો ફરિયાદ કરવાની ધમકી આપી બાનમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેથી કારખાનેદારોની હાલત અત્યંત કફોડી થવા પામી છે.

લોકડાઉન લંબાવતા પ્રરપ્રાંતિયોની ચિમકી, વેપાર ધંધા ઠપ્પ

વૈશ્વિક મહામારી એવા કોરોના વાયરસના સક્રમણથી બચવા માટે જાહેર કરવામાં આવેલું લોક્ડાઉન ગત રોજ તા. 14 એપ્રિલના રોજ પુર્ણ થયું અને પ્રધાનમંત્રીએ હજી પણ દેશ કોરોના વાયરસ સામે સુરક્ષિત નહીં હોવાથી લોક્ડાઉન આગામી તા. 3 મે સુધી લંબાવ્યું છે. લોક્ડાઉન લંબાવવામાં આવતા સુરતમાં રોજગારી માટે હજ્જારો કિલોમીટર દુર વતનથી સુરત આવનાર પરપ્રાંતીય કારીગરોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોક્ડાઉનના પ્રથમ તબક્કામાં શહેરના પાંડેસરા, સરથાણા, સચીન જીઆઇડીસી, લસકાણા, અમરોલી, પુણા સહિતના વિસ્તારમાં વસવાટ કરતા પરપ્રાંતીય કારીગરોએ વતન જવાની જીદ કરી હતી. પરંતુ સક્રમણથી બચવા માટે ઘરમાં જ રહેવું સલામતભર્યુ હોવાથી પોલીસે તેઓને સમજાવટથી કામ લઇ પરપ્રાંતીય કારીગરોને વતન જતા અટકાવ્યા હતા. જો કે કેટલાક કારીગરો પોલીસની જાણ બહાર જીવ ના જોખમે વતનની વાટ પક્ડી હતી. પરંતુ લોક્ડાઉનના આગામી તા. 3 મે સુધીનો બીજો તબક્કો આગામી દિવસોમાં પોલીસ સહિતના સરકારી તંત્ર અને કારખાનેદારો અને ઉદ્યોગકારો માટે અત્યંત કપરો રહે તેવા અણસાર જણાય રહ્યા છે.

એડવાન્સ પગાર લઈ લીધો છતાં હજૂ ખર્ચી માગે છે

અહીં ઉલ્લેખનીય છે કે, જેઓને પોલીસે વતન જતા અટકાવ્યા હતા, તે કારીગરોએ લોક્ડાઉનના પ્રથમ તબક્કામાં એડવાન્સ પગાર તો લઇ લીધો હતો, પરંતુ હવે આ કારીગરો કારખાનેદારો અને ઉદ્યોગકારો પાસે હાલમાં ખર્ચી માંગી રહ્યા છે. જો કારખાનેદાર ખર્ચી આપવાની ના પાડે તો કારીગરો સ્થાનિક સ્તરે તો ઠીક છે પરંતુ પોતાના રાજય સરકારના હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરવાની ચીમકી આપી રહ્યા છે. જેથી કારખાનેદારોની હાલત અત્યંત કફોડી થવા પામી છે.

સાહેબ શું કરીએ ? ખર્ચી માંગે છે અને નહીં આપીએ તો ફરિયાદની ધમકી આપે છે

લોક્ડાઉનના ક્ડક અમલ માટે રસ્તા પર તૈનાત પોલીસને વાહન ચેકિંગ દરમ્યાન ઉધના-પાંડેસરા વિસ્તારમાં એક કારખાનેદારની કારમાંથી રોક્ડા રૂા. 10 લાખ મળ્યા હતા. પોલીસે રોક્ડ અંગે ખાત્રી કરતા કારખાનેદારે મિત્રો અને સગાસંબંધી પાસેથી હાથ ઉછીના લીધેલા હોવાનું અને કારીગરોને ખર્ચી આપવા જઇ રહ્યો હોવાનું જણાવ્યું હતું. કારખાનેદારે પોલીસ સમક્ષ એવી પણ કબુલાત કરી હતી કે સાહેબ શું કરીએ કારીગરોને પગાર તો આપ્યો હવે ખર્ચી માંગે છે જો નહીં આપી એ તો ઉચ્ચસ્તરીય ફરિયાદ કરવાની ધમકી આપે છે.

READ ALSO

Related posts

ખાસ વાંચો/પુરુષોમાં આ ક્વોલીટી જોઇને આકર્ષાય છે મહિલાઓ, જાણી લો તમારામાં છે ગુણ છે કે નહીં

Bansari

હોટલમાં રોકાઓ છો અંતરંગ લીલાઓથી બચવા ખાસ ધ્યાન આપજો, રૂમમાં સ્પાય કેમેરા શોધવાની કામ આવશે આ ખાસ ટિપ્સ

Harshad Patel

ભારતને ટેન્શન/ ખાસ મિત્ર ગણાતા ચીને પાકિસ્તાન માટે અત્યાધુનિક યુધ્ધ જહાજનું કર્યું નિર્માણ, 8 પરમાણુ સબમરિન આપશે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!