31 ડિસેમ્બરના દિવસે દારૂની પૂર્તી કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે પણ આડી ઉભી છે પોલીસ

થરાદ પોલીસ દ્વારા 31 ડિસેમ્બરને લઈ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સરહદી વિસ્તારમાં આવજા કરતાં વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરતા માદક દ્રવ્યોની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આંતરરાષ્ટ્રીય ભારત-પાક.સરહદ તેમજ નજીકમાં રાજસ્થાન માંથી મોટાપાયે દારૂ તેમજ અન્ય નશીલા પદાર્થો ગુજરાતમાં ઘૂસાડાતા હોય છે. ત્યારે આવી બદીને ડામવા પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.

થર્ટી ફસ્ટમાં ગુજરાતમાં દારૂની રેલમછેલ ન થાય તે માટે બનાસકાંઠા પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. જેમાં જિલ્લાની તમામ હોટલો અને ફાર્મહાઉસ ચેક કરવામાં આવી રહ્યા છે. રાજસ્થાન સરહદથી જોડાતી તમામ ચેકપોસ્ટો ઉપર રાઉન્ડ ધ ક્લોક ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ગુજરાતની તમામ એન્ટ્રીઓ પર પોલીસ નજર રાખી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનથી મોટા પ્રમાણમાં ગુજરાતમાં દારૂ પ્રવેશે છે ત્યારે દારૂના પ્રવેશ પર જ બની શકે તેટલી લગામ કસવા માટે પોલીસે કમર કસી છે.

સુરત જિલ્લાના બારડોલી બસ ડેપો પરથી શેરડીથી બરોડા તરફ જતી બસમાંથી વિદેશી દારૂનો ઝથ્થો ઝડપાયો હતો. સ્કૂલ બેગમાં વિદેશી દારૂનો ઝથ્થો ભરી જતા 3 આરોપીને ડેપો મેનેજરે પકડી બારડોલી પોલીસને સોંપ્યા હતા. આરોપીઓ પાસેથી 15 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter