GSTV

બાપ રે! વલસાડમાં ટ્રેક પર સિમેન્ટનો પિલર મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, આ કારણે ટળી મોટી દુર્ઘટના

ટ્રેન

Last Updated on January 15, 2022 by Bansari

વલસાડમાં અતુલ રેલ્વે સ્ટેશન નજીક મોટી દુર્ઘટના ટળી. કોઈ અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર સિમેન્ટનો પિલર મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને ગુજરાત પોલીસ સહિત રેલવેના ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. આ દરમિયાન અગસ્ત ક્રાંતિ ટ્રેન પસાર થઈ હતી. અને આ પિલર ટ્રેનના એન્જિન સાથે અથડાતા ફેંકાઈ ગયો હતો.

ટ્રેન

ટ્રેન પાયલટે તાત્કાલિક અતુલ રેલ્વે સ્ટેશન માસ્ટરને જાણ કરતા દોડધામ મચી ગઈ હતી. રેલ્વે પોલીસ સહિત વલસાડ જિલ્લા પોલીસનો કાફલો સ્થળ ઉપર ધસી આવ્યો હતો.

મામલાની ગંભીરતા જોતા ખુદ સુરત રેન્જ આઇ.જી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને ઘટના સ્થળનું નિરક્ષણ કર્યું હતું. એફએસએલ અને ડોગ સ્કવોડની પણ મદદ લેવાઈ છે.

પોલીસની જુદી જુદી ટીમો બનાવીને નજીકમાં રહેતા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. રેલ્વે સ્ટેશનના ગુડ્સ ટ્રેન લાઈનના ચાલી રહેલા કામ ઉપર કામ કરતા કામદારોની પણ પૂછપરછ કરાઈ છે. સદનસીબે સિમેન્ટનો પિલ્લર ટ્રેનના એન્જિન સાથે અથડાઈને ફેંકાઈ ગયો હતો. અને તમામ યાત્રીઓ સુરક્ષીત રહ્યા હતા.

GSTV

Read Also

Related posts

ગોધરા: કોવિડ ગાઈડ લાઈનના ધજાગરા ઉડાડતો લગ્નના વરઘોડાનો વીડિયો આવ્યો સામે, પોલીસે કરી કાર્યવાહી!

pratik shah

પાટનગરમાં વધ્યા કોરોના કેસો! ગાંધીનગર જિલ્લા પોલીસ બેડામાં પાંચ અધિકારીઓ અને 24 કર્મચારીઓ

pratik shah

એન.એસ.યુ.આઈ દ્વારા વિદ્યાર્થીઓની દસ ટકા ફીમાં વધારો અને યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર નો આરોપ લગાવી વિરોધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!