GSTV
India News Trending

રાજસ્થાનમાં કોરોના પ્રભાવિત વિસ્તારમાં ગયેલી પોલીસની ટીમ પર હુમલો

Lockdown

રાજસ્થાનમાં પણ લોકડાઉનનું કડકાઇથી પાલન કરાવવા માટે પોલીસની ટીમ સતત સક્રિયતા દાખવી રહી છે. આ દરમિયાન ટોંક જિલ્લામાં પોલીસની ટીમ પર કેટલાક લોકોએ હુમલો કરી દીધો હતો. જેમાં પોલીસના ત્રણ જવાનોને ઇજા થઇ. પોલીસના જણાવ્યા પ્રમાણે આ હુમલો તે સમયે થયો કે જ્યારે પોલીસના જવાનો પેટ્રોલિંગ કરવા માટે કોરોના પ્રભાવિત વિસ્તારોમાં પહોંચ્યા હતા.

પોલીસની ટીમ ઉપર હુમલો

ટોંક જિલ્લાના એએસપી વિપીન શર્માના જણાવ્યા પ્રમાણે પોલીસના જવાનો કસાઇ મહોલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસના જવાનો પર હુમલો કરવામાં આવ્યો. પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી લીધી છે. જો કે પોલીસ ટીમ પર હુમલાનો આ પહેલા મામલો નથી. આ પહેલા મધ્યપ્રદેશના ઇન્દોરમાં અને યુપીના મોરાદાબાદમાં પણ ડોક્ટર અને પોલીસની ટીમ ઉપર હુમલો થયો હતો. (પ્રતિકાત્મક તસવીર)

READ ALSO

Related posts

ધડાધડ રિઝાઈનનું ચલણ: મોટી સંખ્યામાં નોકરી છોડી રહ્યા કર્મચારીઓ, પગાર વધારાનો પણ નથી થઇ રહ્યો ફાયદો

Damini Patel

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda
GSTV