GSTV
Home » News » ન્યૂઝિલેન્ડની મસ્જિદમાં હુમલો કરનારા હુમલાખોરે Twitter પર કર્યું LIVE

ન્યૂઝિલેન્ડની મસ્જિદમાં હુમલો કરનારા હુમલાખોરે Twitter પર કર્યું LIVE

new zealand shootout

ન્યૂઝીલેનેન્ડના ક્રાઈસ્ટ ચર્ચ વિસ્તારમાં આવેલી બે મસ્જિદમાં ફાયરિંગની ઘટનામાં 6 જેટલા લોકોના મોત થયા. અને એક મહિલા સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મસ્જિદમાં જ્યારે ફાયરિંગ થયું ત્યારે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ મસ્જિદમાં હતી. જોકે, ક્રિકેટ ટીમના ખેલાડીઓનો આબાદ બચાવ થયો હતો.

બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ નમાઝ માટે મસ્જિદમાં ગઈ હતીય જે દરમ્યાન આ ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. બાંગ્લાદેશના ક્રિકેટર તમીમી ઈકબાલે ટ્વિટ કરીને જણાવ્યુ કે, ગોળીબારમાં તમામ ક્રિકેટર સુરક્ષિત છે. આ પ્રકારનો અનુભવ ડર પેદા કરનારો હતો. ફાયરિંગ બાદ બાંગ્લાદેશ સાથેની ટેસ્ટ મેચને રદ કરવામા આવી.

ફાયરિંગની ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલાખોરે 50 રાઉન્ડ ફાયરિંગ કર્યુ છે. જેમા અનેક લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ મુજબ ફાયરિંગમાં અનેક લોકોના મોત થયા હોવાની આશંકા છે. જ્યારે ફાયરિંગની ઘટના બાદ તમામ શાળા અને કોલેજને બંધ કરાવી દેવામાં આવી.

ફાયરિંગની ઘટના બાદ ન્યૂઝીલેન્ડના પીએમ જૈસિંડા ઓર્ડર્ને પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યુ કે, મસ્જિદમાં અનેક જગ્યાએ ફાયરિંગ કરવામાં આવ્યુ. હુમલો કરનારને ઝડપી પાડવા પોલીસ કામે લાગી છે. ન્યૂઝીલેન્ડમાં હિંસાનું કોઈ સ્થાન નથી. હુમલો કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

ટ્વીટર પરથી ઘટનાના આરોપીની ઓળખ બ્રેન્ટોન ટેરન્ટ તરીકે થઇ છે, તેણે અલ નૂરમાં ફાયરિંગ શરૂ કરતા પહેલાં ટ્વીટર પર લાઇવ અપડેટ કર્યુ હતું. શુક્રવારે પ્રાર્થના માટે અહીં અનેક લોકો હાજર હતા. ટ્વીટર વીડિયો અનુસાર, આરોપીએ ફાયરિંગ દરમિયાન ભાગતા લોકો ઉપર પણ ડઝનથી વધુ ગોળીઓ છોડી હતી. ઘટનામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આ જ વ્યક્તિએ ફાયરિંગ કર્યુ હતું કે નહીં તેની તપાસ કરવામાં આવશે.

READ ALSO

Related posts

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું- હું અહીં ફરી આવીશ, ટૂંક સમયમાં અમે મોટી ટ્રેડ ડીલ કરીશું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!