અમદાવાદના કૃષ્ણનગર પાસે આવેલા પેટ્રોલ પર પેટ્રોલ ભરવાની બાબતે થયેલી બોલાચાલી બાદ અજાણ્યા યુવકોએ એક શખ્સ પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવીમા જોઈ શકાય છે કે એક યુવક છરીના બેફામ ઘા મારી રહ્યો છે. ત્યારે હુમલામાં ઘવાયેલા યુવકને સારવારઅર્થે હોસ્ટિપટલમાં ખસેડાયો હતો. ગત્ત મોડી રાત્રે આ બનાવ બન્યો હતો. જે બાદ કૃષ્ણનગર પોલીસે સીસીટીવી ફુટેજના આધારે હુમલો કરનાર શખ્સોની ધરપકડ માટે કવાયત હાથ ધરી છે.