GSTV
Home » News » Video: ડ્રેસિંગ રૂમમાં યુજવેન્દ્ર ચહેલ પર થયો ‘હુમલો’, આ ખેલાડીએ મોઢા પર ફેંકીને મારી…

Video: ડ્રેસિંગ રૂમમાં યુજવેન્દ્ર ચહેલ પર થયો ‘હુમલો’, આ ખેલાડીએ મોઢા પર ફેંકીને મારી…

બાંગ્લાદેશ વિરુદ્ધ નાગપુરમાં ધમાકેદાર જીત મેળવ્યાં બાદ ભારતીય ટીમે રાતે 12 વાગ્યે સંજૂ સેમસેનનો 25મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો. આ દરમિયાન ભારતના સ્ટાર સ્પિનર યુજવેન્દ્ર ચહેલ પર ડ્રેસિંગ રૂમમાં હુમલો થયો. તમે કંઇ બીજુ સમજો તે પહેલાં જણાવી દઇએ કે જ્યારે સંજૂ કેક કટ કરી રહ્યો હતો અને ચહેલે તેની સાથે મસ્તી કરતાં તેને કેક લગાવાનો પ્રયાસ કર્યો. તેના જવાબમાં સંજૂએ તેને કેક મારી દીધી.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં તમામ પ્લેયર્સ ઉભા હતાં અને વચ્ચે સંજૂ સેમસન છે. સંજૂએ મેજિકલ કેન્ડલ ઓલવી અને કેક કટ કરે છે તો ચહેલે તેની સાથે મસ્તી કરતાં તેને કેક લગાવવાનો પ્રયાસ કરે છે. પહેલાં તો સંજૂ કંઇ કહેતો નથી અને કેક કટ કરીને એક ટુકડો પોતાના હાથમાં લઇને અન્ય ખેલાડીને ખવડાવવાનું નાટક કરે છે. પછીથી તે ચહેલના ચહેરા પર કેક ફેંકીને મારે છે. તે પછી કેક વૉર શરૂ થઇ જાય છે.

આ વીડિયોમાં સંજૂ સેમસને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને લોકોને આ વીડિયો ખૂબ  જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને લાખો લોકો જોઇ ચુક્યાં છે.

જણાવી દઇએ કે ટીમ ઇન્ડિયાએ ત્રીજી અને નિર્ણાયક ટી-20માં બાંગ્લાદેશને જબરદસ્ત મ્હાત આપીને સીરીઝ પોતાને નામ કરી છે. મેજબાન ભારતે બાંગ્લાદેશ વિરૂદ્ધ ત્રીજી T20 મેચમાં જોરદર વાપસી કરતાં 30 રનથી જીત નોંધાવી હતી.

Read Also

Related posts

પ્રિયંકા-નિકની સંગીત સેરેમની પર બેસ્ડ વેબ સીરીઝ બનશે, 2020માં અમેઝોન પર થશે સ્ટ્રીમિંગ

Mansi Patel

અરવિંદ સુબ્રમણ્યમ માને છેકે ભારતીય અર્થવ્યવસ્થા ICU તરફ જઈ રહી છે, પરંતુ કેમ?

Mansi Patel

ArcelorMittal સોમવાર સુધી Essar Steel માટે ચુકવશે 42,000 કરોડ, SBIને મળશે 12,161 કરોડ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!