GSTV
Home » News » પુલવામાં હુમલોઃ 42 જવાન શહીદ થયા, રાજનાથસિંહે કહ્યું કોઈને નહીં છોડીએ

પુલવામાં હુમલોઃ 42 જવાન શહીદ થયા, રાજનાથસિંહે કહ્યું કોઈને નહીં છોડીએ

કાશ્મીરના પુલવામાં CRPFના જવાનો પર થયેલા હુમલાએ દેશને હચમચાવી દીધો છે. અત્યાર સુધીના હુમલામાં 42 જવાનો શહીદ થયાના સમાચાર છે. હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદે સ્વીકારી છે. જૈશ-એ-મોહંમદ એ આતંકી સંગઠન છે જેણે ડિસેમ્બર 2001માં લશ્કર-એ-તૈયબા સાથે મળીને નવી દિલ્હીમાં ભારતીય સંસદ પર આત્મઘાતી હુમલો કર્યો હતો.

આતંકી મસૂદ અઝહર અવારનવાર ભારત વિરુદ્ધ ઝેર ઓકે છે. મસૂદ અઝહરે આતંકી છે જેને ડિસેમ્બર 1999માં અપહૃત ભારતીય વિમાન આઈસી-814ના યાત્રીને બચાવવા માટે કંદહાર લઈ જઈને છોડવામાં આવ્યો હતો. ત્યારબાદ માર્ચ 2000માં મસૂદ અઝહરે હરકત-ઉલ-મુઝાહુદ્દીનમાંથી જૈશ-એ-મોહંમદની સ્થાપના કરી હતી. જૈશ-એ-મોહંમદ એ આતંકી સંગઠન છે જેણે ડિસેમ્બર 2001માં લશ્કર-એ-તૈયબા સાથે મળીને નવી દિલ્હીમાં સંસદ પર હુમલો કર્યો હતો. ફેબ્રુઆરી 2002માં અમેરિકી પત્રકાર ડૈનિયલ પર્લનું ગળુ કાપીને હત્યા કરી હતી. મુંબઈમાં 26 નવેમ્બર 2008ના દિવસે મોટો હુમલો કર્યો હતો. આ ઉપરાંત કાશ્મીરમાં અવારનવાર થતાં આતંકી હુમલામાં જૈશ-એ-મોહંમદના તાર જોડાયેલા છે.

તો ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે “આ હુમલા પાકિસ્તાન દ્વારા સમર્થિત જયૈશ એ મોહમ્મદ દ્વારા કરવામાં આવી હતી. એક મજબૂત જવાબ આપવામાં આવશે તેની હું આ દેશના લોકોને ખાતરી આપું છું.

Related posts

અમિત શાહની આ રાષ્ટ્રીય તપાસ એજન્સીને મળ્યા સુપર પાવર, રાજ્યસભામાં પણ બિલ થઈ ગયું પાસ

Riyaz Parmar

હવે બોટલ બંધ ફ્રેશ હવા મળશે બજારમાં, ખરીદો હિમાલયની પ્રકૃતિની તાજા હવા

Path Shah

કુલભૂષણ કેસમાં આ 16 દેશોના જજોની ખંડપીઠ, થોડીવારમાં આવશે ચૂકાદો

Karan
Do NOT follow this link or you will be banned from the site!