અમદાવાદના નાના ચિલોડા રિંગ રોડ પર પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ થયું છે. જેમાં સ્થાનિકોએ પોલીસકર્મીઓ પર હુમલો કરીને પોલીસની ગાડીઓમાં તોડફોડ કરી છે. આ ઘટના બાદ 12 ગાડીઓ સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. હાલમાં નાના ચિલોડા રોડ ઉપર ચારસોથી વધુ લોકોનું ટોળું એકઠુ થયું છે.
લોકોનું ટોળું હિંસક બન્યું

સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીંયા પોલીસકર્મીઓ છેલ્લા કેટલાક સમયથી મહિલાઓને ઉભી રાખી પૈસા પડાવે છે. જેથી લોકોએ રોષ પ્રગટ કરીને તોડફોડ કરી હતી. સ્થાનિકોના આક્ષેપ મુજબ નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.બી.વાઘેલાએ આવીને લોકો પર લાઠી વરસાવી હતી. જેથી લોકોનું ટોળું હિંસક બન્યું હતું.
READ ALSO
- પોલીસમાં ધરખમ ફેરફારો/ મુખ્યમંત્રી રૂપાણીની સૌથી મોટી જાહેરાત : વર્ષ 1995થી ચાલતો આ સેલ કરી દીધો બંધ, વચેટિયાઓને ઝટકો
- કેન્દ્રીય કર્મચારીઓ અંગે મોદી સરકાર જલ્દી કરી શકે છે મોટું એલાન, DAમાં થઈ શકે છે આટલો વધારો
- ખાસ વાંચો/ માર્ચ-એપ્રિલથી ચલણમાં નહી રહે 100 રૂપિયાની જૂની નોટો, RBIએ લીધો આ નિર્ણય
- UPI યૂઝર્સ સાવધાન, આ સમયે પેમેંટ કરવાથી બચો, NPCIએ કર્યા એલર્ટ…
- આધાર અને પેન કાર્ડ વગર ખોલાવી શકો છો જન ધન ખાતું, 41 કરોડથી વધુ લોકોને મળે છે ફાયદો