JNUના પૂર્વ વિદ્યાર્થી નેતા કનૈયા કુમાર પર હુમલો થયો છે. બિહારના સુપૌલમાં બુધવારે તેની ગાડીના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં કનૈયા કુમાર ગંભીર રીતે ઘાયલ થયા છે.ઘટના સમયે સુપૌલમાં એક રેલીને સંબોધન કરી કનૈયા સહરસા જઈ રહ્યા હતા. આ પથ્થરમારામાં તેમની ગાડી ઉપરાંત અન્ય એક ગાડીના કાચ પણ તોડી નાખ્યા છે.

સાંજના લગભગ પાંચ વાગ્યાની આસપાસ સભા કર્યા બાદ કનૈયા કુમાર પોતાના કાફલા સાથે સહરસાથી નિકળી રહ્યા હતા. તેમના કાફલાની સાથે કડક સુરક્ષા પણ હતી. સદર વિસ્તારની આસપાસમાં ઉભેલા 25-30 યુવાનોના ટોળાએ સીએએ અને એનઆરસીના સમર્થનમાં નારા લગાવ્યા અને વાહન પર પથ્થરમારો કર્યો અને કાળી શાહી પણ ફેંકી હતી.

Bihar: Former JNU Students Union leader Kanhaiya Kumar injured after stones were pelted at his convoy in Supaul, today. Kanhaiya was heading towards Saharsa, after addressing a rally in Supaul at the time of incident. More details awaited. pic.twitter.com/IzJhtWzxiB
— ANI (@ANI) February 5, 2020
અગાઉ પણ થઈ ચુક્યા છે અનેક વખત હુમલા
જણાવી દઈએ કે, આ અગાઉ પણ કનૈયાના કાફલા પર ઘણી વખત હુમલા થઈ ચુક્યા છે. બે ફેબ્રુઆરીએ પણ છપરામાં કનૈયા કુમારના કાફલા પર પથ્થરમારો થયો હતો. તે એક સભામાં ભાગ લેવા જઈ રહ્યો હતો, જ્યાં 20થી 25 લોકોએ તેમના કાફલા પર પથ્થરમારો કર્યો હતો.
READ ALSO
- Google ની આ App એ તોડ્યા તમામ રેકોર્ડ, પ્લેસ્ટોર દ્વારા 500 મિલિયનથી પણ વધુ લોકોએ કરી ડાઉનલોડ
- બોટાદ/ ઘાસચારો ભરેલી પિકઅપ વીજળીના વાયર સાથે અથડાતા આગ લાગી, કોઈ જાનહાની નહી
- અમદાવાદ/ વીજચોરી કરનારા તત્વો સામે તંત્રની લાલ આંખ, રિલીફ રોડ પર અધિકારી અને પોલીસની મેગા ડ્રાઈવ
- ભરૂચ/ પાંજરે પુરેલો દિપડો વિફર્યો, દરવાજો ખુલી જતાં ધમાલ મચાવી
- કોઈ પણ ટ્રેનિંગ કે રોકાણ વિના કરો બંપર કમાણી : આ 5 વ્યવસાયોમાં ગુજરાતીઓ માટે છે ઉજ્જવળ તક, અનુભવની પણ નથી જરૂર