GSTV
Home » News » VIDEO : રેશ્મા પટેલને જૂનાગઢમાં અને હાર્દિક પટેલને વઢવાણમાં પડ્યો માર

VIDEO : રેશ્મા પટેલને જૂનાગઢમાં અને હાર્દિક પટેલને વઢવાણમાં પડ્યો માર

Hardik Patel slapped

સુરેન્દ્રનગરમાં હાર્દિકની સભા દરમિયાન એક યુવકે હાર્દિકને લાફો માર્યો છે. હાર્દિક કોંગ્રેસમાં જોડાતાં પાટીદાર સમાજના કેટલાક યુવકોમાં આ બાબતે નારાજગી છે. તેનો પડઘો આજની સભામાં પડ્યો હતો. એક યુવકે રોષમાં આવી હાર્દિક પટેલને લાફો માર્યો હતો. હાર્દિક ભાષણ આપી રહ્યો હતો એ દરમિયાન પાછળથી આવેલ એક યુવકે હાર્દિકના ગાલ પર સણસણતો તમાચો મારી દીધો હતો. જે પછી હાર્દિકે વિરોધ જતાવવાની કોશિષ કરી હતી. થોડીવારમાં સ્ટેજ પર ઘમાસાણ શરૂ થઈ ગયું હતું અને મામલો જપાજપી સુધી પહોંચી ચૂક્યો હતો. યુવકને બાદમાં પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. પણ સાફ દેખાઈ રહ્યું છે કે, હાર્દિક કોંગ્રેસમાં જોડાયો એ બાદ હાર્દિકનો ઠેર ઠેર સમાજ દ્રારા વિરોધ થઈ રહ્યો છે. જે પછી આજે હાર્દિકને તમાચા મારવા સુધી વાત પહોંચી ચૂકી છે.

આ સમગ્ર ઘટના ક્રમ બન્યાં પછી જેણે હાર્દિકને લાફો માર્યો હતો એને બધા લોકોએ ઢોર માર માર્યો અને અર્ઘનગ્ન કરી નાખ્યો ત્યારબાદ પોલીસને સોપવામાં આવ્યો છે. હવે તંત્ર આગળની કાર્યવાહી કરશે. હાર્દિક આ ઘટના બાદ વઢવાણ પોલીસ સ્ટેશને જવા રવાનો થયો છે. સભામાં હાજર લોકોનો ગુસ્સો પણ આ ઘટના બાદ ચરમસીમાએ પહોંચતાં સભામાં રીતસરનો હોબાળો મચી ગયો હતો.

સમગ્ર ઘટનાક્રમ

  • સુરેન્દ્રનગરમાં હાર્દિક સાથે લાફાવાળી
  • હાર્દિકને મંચ પર એક વ્યક્તિએ માર્યો લાફો
  • લાફો મારનાર શખ્સને લોકોએ ઝૂંડી નાખ્યો
  • લાફાવાળી થયા બાદ હાર્દિકની સભામાં હંગામો
  • બદલાણામાં જાહેર સભામાં થયો હોબાળો
  • પાટીદારોમાં રોષની લાગણી વ્યાપી ગઈ
  • લોકોએ માર મારીને પોલીસને હવાલે કર્યો

રેશ્મા પટેલ પર હુમલો

પાટીદાર મહિલા નેતા અને એનસીપી નેતા રેશ્મા પટેલ પર જૂનાગઢમાં હુમલો થયો છે. રેશ્મા પટેલ ચૂંટણી પ્રચાર અર્થે વંથલી ગયા હતા. જ્યાં ચૂંટણી પ્રચાર ન કરવા બાબતે ધમકી આપવામાં આવી અને હુમલો કરાયાનો આક્ષેપ થયો.

  • રેશ્મા પટેલ ઉપર નિર્લજ્જ હુમલો
  • ચૂંટણી પ્રચાર માટે ગયા ત્યારે કરાયો હુમલો
  • ચૂંટણી પ્રચાર ન કરવા બાબતે આપવામાં આવી ધમકી
  • રેશ્મા પટેલે એન.સી.પીમાંથી કરી છે ઉમેદવારી
  • વંથલી ગામમાં બની ઘટના

READ ALSO

Related posts

ઝાકીર મૂસા બાદ આતંકનું નવું સરનામું બનેલા હામિદ લોનનું ઈન્ડિયન આર્મીએ ઢીમ ઢાળી દીધું

Mayur

લાઈવ કોન્સર્ટમાં બધાની વચ્ચે પ્રિયંકા અને નિકે કરી લિપ લોક KISS, વાયરલ થયો વીડિયો

Dharika Jansari

ભાગ્યદર્પણ- તમારી દિવાળી કેવી રીતે સારી બનાવવી અને તેનાથી શું થશે લાભ જાણો?

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!