GSTV

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Last Updated on June 22, 2021 by Vishvesh Dave

શિનોર તાલુકાના મોલેથા ગામે ૩૦ વર્ષ પહેલા ખરીદેલી જમીનનો દસ્તાવેજ કરવા સમજાવવા ગયેલા વડોદરાના ભાજપના મહિલા કાઉન્સિલર અને તેમના પતિ પર જમીન માલિકે હુમલો કર્યો હતો. જમીન માલિકે ધમકી પણ આપતા ફરિયાદ નોધાઇ છે.


બરકાલના મૂળ વતની અને હાલ વડોદરાના વાઘોડિયારોડ વિસ્તારમાં ચીમનલાલપાર્ક સોસાયટીમાં રહેતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર પારૃલબેન ધર્મેશભાઈ પટેલની માતાએ ૩૦ વર્ષ પહેલા મોલેથા ગામમાં રહેતા હિતેશ ઉર્ફે સદ્દામ પ્રાગજીભાઇ પટેલ પાસેથી ખેતીની જમીન વેચાણ રાખી હતી પરંતુ જમીન પર બોજો હોવાથી જે તે વખતે દસ્તાવેજ થયો ન હતો.

ગઇકાલે તેઓ પતિ સાથે વતનમાં આવ્યા હતા અને મોલેથા આવી હિતેશ ઉર્ફે સદામ પ્રાગજીભાઈ પટેલને મળી જમીનનો દસ્તાવેજ કરવા જણાવતા હિતેશ ઉશ્કેરાઈ ગયો હતો અને તારી નેતાગીરી તારી પાસે રહેવા દે તારા નેતાઓ મારુ કાંઇ બગાડી લેવાના નથી, રૃા.૧૧ લાખ આપો તો હું દસ્તાવેજ કરી આપું નહી તો અહીથી ચાલ્યા જાઓ તેમ કહી ઝપાઝપી કરી કોર્પોરેટર પારુલબેનને ધક્કો મારી પાડી દીધા હતા જ્યારે પતિ ધર્મેશભાઈને પણ ધોલધપાટ કરી હતી.

હિતેશે ધમકી આપી હતી કે હવે જમીન બાબતે મારી ઘેર આવ્યા તો જીવતા પાછા નહીં જવા દઉ આ બાબતે મોટેથી બોલાચાલી થતા આડોશ પાડોશના લોકો આવી જતા કોર્પોરેટર તેમના પતિ સાથે બરકાલ પરત આવી શિનોર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

ALSO READ

Related posts

Rare Notes: ફક્ત 5 રૂપિયામાં બદલો તમારું નસીબ, આ 1 નોટના બદલામાં મેળવો હજારો રૂપિયા

Vishvesh Dave

દવા તરીકે ઉપયોગમાં આવતા આ ફૂલનું ઉત્પાદન કરીને કરી દર વર્ષે કમાઈ શકાય છે 15 લાખ રૂપિયા, જાણો શું છે ખર્ચ?

Pritesh Mehta

ઈલેક્શન કાર્ડ ખોવાઈ ગયું છે તો ચિંતા ના કરોઃ આ રીતે મિનિટોમાં થઈ જશે તમારું કામ, બસ આ એક જ કરવાની છે સરળ પ્રોસેસ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!