શ્રીનગરમાં આતંકીઓ દ્વારા સુરક્ષા જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ શહીદ થઇ ગયા હતા. આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળ્યા બાદ પોલીસ દ્વારા કવર ઓપરેશન લોંચ કરાયું હતું. જોકે આતંકીઓને પોલીસની હાજરીની જાણકારી મળી જતા ગોળીબાર કરી દીધો હતો. જેમાં કોન્સ્ટેબલ આમિર હુસૈન આતંકીઓ સામે લડતા લડતા શહીદ થયા હતા.
જે આતંકીઓએ આ હુમલો કર્યો તેઓ લશ્કરે તોયબા સાથે સંકળાયેલા હોવાની જાણકારી પોલીસને મળી છે. જેને પગલે હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને નાસી છૂટેલા આતંકીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. દરમિયાન જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ગ્રેનેડ વડે હુમલો કરાયો હતો, આ હુમલા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા ફઝિલ રાશિદની જ્યારે પૂછપરછ કરાઇ ત્યારે અન્ય બે શંકાસ્પદો કૈઝર ખાન અને અન્ય એકની ધરપકડ કરાઇ હતી. ગ્રેનેડ હુમલો સીઆરપીએફના કેમ્પ પર કરવામાં આવ્યો હતો. જ્યારે જેની ધરપકડ કરાઇ છે તેની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો પણ જપ્ત કરાયા છે જેમાં ત્રણ ચાઇનિઝ પિસ્તોલ, છ મેગઝિન્સ, ચાર ગ્રેનેડ્સ, ૩૦ રાઉન્ડ્સનો સમાવેશ થાય છે.

બીજી તરફ સરકારે જણાવ્યું છે કે હાલ પણ પીઓકેમાં અનેક આતંકીઓ ઘુસણખોરી માટે તૈયાર હોવાની જાણકારી મળી છે. જોકે સાથે એવો પણ દાવો સરકારે કર્યો હતો કે આતંકીઓ સરહદે છે પણ ઘુસણખોરીનું પ્રમાણ ઘટી રહ્યું છે. વર્ષ ૨૦૧૮માં ઘુસણખોરીની સંખ્યા ૧૪૩ હતી જે ૨૦૧૯માં વધીને ૧૩૮ થઇ અને ૨૦૨૦માં તેનાથી પણ ઘટીને ૫૦ પર આવી ગઇ હતી. જ્યારે ગયા વર્ષે આ સંખ્યા માત્ર ૩૪ રહી હતી. જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે કહ્યું હતું કે હાલ પણ ટાર્ગેટ કિલિંગ એક મોટો પડકાર બની રહ્યો છે.
કેમ કે હાલ પણ ઘાટીમાં મોટા પ્રમાણમાં હથિયારો અને આતંકીઓ સક્રિય છે.
Read Also
- તિજોરી છલકાશે/ ગુજરાત વિદ્યાપીઠના નવા મેનેજમેન્ટને માત્ર ફી માં રસ, ફીમાં તોતિંગ વધારાથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ
- IMF ચીફની ચેતવણી, સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી રોજગારી પર ખતરાને લઈને બનાવી પોલિસી
- લાંબા સમય સુધી સૂર્યના કિરણોના સંપર્કમાં રહેવાથી ટેનિંગની સમસ્યા થઇ શકે છે, તેને દૂર કરવા માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
- સ્વાસ્થ્ય અને સંપત્તિનો ખજાનો માનવામાં આવતું આ રત્ન અદ્દભુત, જાણો તેને ધારણ કરવાની વિધિ
- ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના કેટલાક નેતાઓએ 35 બેઠકો વેચી ખાધી!, ફેક્ટ ફાઈડિંગ કમિટીના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ