GSTV
India News Trending

વીમા કંપનીને બોમ્બે હાઈકોર્ટની ફટકાર/ ટ્રેક્ટર સાથે ટ્રેલર જોડવાથી ડ્રાઈવિંગ લાયસન્સ અયોગ્ય ન મનાય, કંપનીની દલીલો ફગાવી વળતર ચૂકવવા આદેશ

ટ્રેક્ટર સાથે ટ્રેલર જોડયું હોવાથી વ્યક્તિનું કાયમી ડ્રાઈવિંગ લાયસન્સ અયોગ્ય ગણી શકાય નહીં એવું નિરીક્ષણ બોમ્બે હાઈકોર્ટે કરી કર્યું છે. ટ્રેક્ટરમાં પ્રવાસ કરતી વખતે અકસ્માતમાં મૃત્યુ પામેલા શખસની વિધવા અને સગીર બાળકોને વળતર આપવા વીમા કંપની બંધાયેલી હોવાનું જણાવીને હાઈ કોર્ટે કંપનીની દલીલો ફગાવી હતી.

ટ્રેક્ટરમાં સવાર શખસનું અકસ્માતમાં મોત થતાં વીમા કંપનીએ વળતરનો દાવો નકારવા માટે કરેલી દલીલ ફગાવી દેવાઈ છે. બોમ્બે હાઈકોર્ટે નોંધ્યું હતું કે મોટર વ્હિકલ એક્ટ હેઠળ ડ્રાઈવિંગ લાયસન્સ ચોક્કસ શ્રેણીના વાહનો ચલાવવા અપાયું હોવા છતાં જો વ્યક્તિ ચોક્કસ વાહન ચલાવવા યોગ્ય લાયસન્સ ધરાવતી હોય તો એ વાહન સાથે ટ્રેલર જોડવા માત્રથી તે એ વાહન ચલાવવા માટે અક્ષમ બની જતી નથી. ટ્રેક્ટરને ટ્રેલર જોડવાથી એ પરિવહન માટેનું વાહન બની જતું નથી, એમ કોર્ટે નિરીક્ષણ કર્યું હતું.

અપીલકર્તાનો પતિ બનાવના દિવસે જે વાહનમાં પ્રવાસ કરતો હતો એ ટ્રેક્ટરના ડ્રાઈવરનું લાયસન્સ યોગ્ય ન હોવાનું જણાવીને વીમા કંપનીએ કરેલી દલીલ કોર્ટે ફગાવી હતી.કોર્ટે સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદા ટાંકીને નિરીક્ષણ કર્યું હતું કે એવું હોય તો ખાનગી કારનો માલિક હળવા વાહન ચલાવવાનું લાયસન્સ ધરાવે છે અને જો તે કારના છાપરા પર રૃફ કેરિયર લગાવે અને તેના પર સામાન લઈ જાય તો હળવું વાહન ટ્રાન્સપોર્ટ વાહન બની જશે અને માલિક પાસે તે વાહન ચલાવવાનું લાયસન્સ નથી એવું માનવામાં આવશે.

ટ્રેક્ટરના માલિક પાસે અપીલકર્તાનો પતિ મજૂર તરીકે કામ કરતો હતો. મોટર એક્સિડેન્ટ્સ ક્લેઈમ ટ્રિબ્યુનલ (મેક્ટ)એ ૧૦ એપ્રિલ ૨૦૧૯ના રોજ આદેશ આપ્યો હતો કે ટ્રેક્ટર માલિક વળતર અપાવા બંધાયેલો છે અને વીમા કંપનીને બાકાત રાખી હતી.

૧૦ મે ૨૦૧૪ના રોજ ટ્રેક્ટર તેનો ડ્રાઈવર ચલાવતો હતો અને અપીલકર્તાનો પતિ ડ્રાઈવરની બાજુમાં બેઠો હતો. ડ્રાઈવર બેફામ ચલાવતો હોવાને લીધે મૃતક ટ્રેક્ટરની બહાર ફેંકાઈ ગયો અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. પોલિસી માત્ર ટ્રેક્ટર ચલાવવા માટે છે પણ અહીં તેનો ભંગ કરાયો છે કેમ કે ટ્રેક્ટરને ટ્રેલર જોડાયું હતું, એવી દલીલ વીમા કંપનીએ કરી હતી.

વાહન માલિક સાથે પોલીસી નક્કી કરતી વખતે વીમા કંપનીએ ટ્રેલર માટે વધારાનું રૃ. ૫૦ હજારનું પ્રીમીયમ લીધું હતું. આથી ટ્રેક્ટર સાથે માલ વહન માટે ટ્રેલર જોડવાથી ડ્રાઈવરનું લાયસન્સ અયોગ્ય થઈ જતું નથી, એમ જજે નોંધ્યું હતું. રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આરટીઓ) અધિકારીએ વાહનનો ડ્રાઈવર યોગ્ય કાયમી લાયસન્સ ધરાવતો હોવાની આપેલી જુબાનીની પણ કોર્ટે નોંધ કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Realme / સ્માર્ટફોનની ખરીદી પર મળી શકે છે 5 હજાર રૂપિયા સુધીની સ્માર્ટવોચ ફ્રી, જાણો કેવી રીતે ઓફરનો ફાયદો મળશે

Drashti Joshi

શરીરના આ ભાગો પર ગરોળી પડવી ખૂબ જ શુભ અને ફળદાયી

Siddhi Sheth

Kangana Ranaut Photos/ મહારાણીની જેમ તૈયાર થયેલી કંગના રનૌતે આપી રોયલ વાઈબ્સ, યુઝર્સ બોલ્યા- હિમાચલની ક્વિન

Siddhi Sheth
GSTV