GSTV

ડ્રગ્સ પ્રકરણ/ જામનગરમાંથી વધુ બે શખ્સોને એટીએસએ ઝડપ્યા, થયો આ મોટો ખુલાસો

ડ્રગ્સ

Last Updated on January 15, 2022 by Bansari

ગુજરાત પોતાના 1600 કિલોમીટરના દરિયા કિનારાના કારણે પ્રખ્યાત છે.પરંતુ આ દરિયા કિનારો હવે ડ્રગ્સના કારણે કુખ્યાત થતો જાય છે. સૌરાષ્ટ્રમાં ફરી ડ્રગ્સ પ્રકરણ તાજું થયું. જામનગરમાંથી વધુ બે શખ્સોને એટીએસએ ઝડપ્યા છે. બંને શખ્સોની મોરબી ડ્રગ્સ પ્રકરણમાં સંડોવણી હોવાની વિગત ખુલી છે. બંને શખ્સો માછીમારીના ધંધા સાથે સંકળયેલા છે. એટીએસ બંને શખ્સોને અમદાવાદ લઈ ગઈ.

ડ્રગ્સ

જણાવી દઇએ કે જામનગર ખાતેના રોઝી બંદર પર ATS અને સ્થાનિક પોલીસે અગાઉના ડ્રગ્સ કાંડમાં મળેલી માહિતીના આધારે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશનમાં ATS અને પોલીસને મોટી સફળતા મળી હતી. ATS અને સ્થાનિક પોલીસે 10 કરોડ રૂપિયાનું 2 કિલોથી વધુ હેરોઇનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગાઉ દ્વારકા જિલ્લામાંથી 315 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને સલાયા ખાતે અનુક્રમે 17 કિલો અને 46 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. આમ કુલ 63 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

Read Also

Related posts

Gujarat Corona Update / છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24,485 કેસ, ગુજરાતમાં કેસના આંકડામાં આજે પણ એક નવો રેકોર્ડ

GSTV Web Desk

કામની વાત/ ચેક કરી લેજો, ક્યાંક આપના પાન કાર્ડનો ખોટો ઉપયોગ નથી થતો ને, ચેક કરી લો આપની પાન હિસ્ટ્રી

Pravin Makwana

માઠા સમાચાર/ રેમો ડિસૂજાના સાળાનું નિધન, ઘરમાંથી મૃત અવસ્થામાં મળી આવ્યો, રેમોની પત્નીએ લખી ભાવૂક પોસ્ટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!