GSTV
Home » News » પોરબંદરના દરિયામાં મળી આવેલા 500 કરોડના ડ્રગ્સ કેસમાં એટીએસને મળી મોટી સફળતા

પોરબંદરના દરિયામાં મળી આવેલા 500 કરોડના ડ્રગ્સ કેસમાં એટીએસને મળી મોટી સફળતા

પોરબંદર ખાતેની મધ દરિયેથી ઝડપેલા 500 કરોડના ડ્રગ્સ કેસમાં એટીએસને મોટી સફળતા હાથ લાગી છે. એટીએસએ ડ્રગ્સની ડીલીવરી લેનારા બે શખ્સોની ધરપકડ કરી છે. એક શખ્સની મુંદ્રા અને અન્ય શખ્સની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, આ કેસમાં અગાઉ નવ શખ્સોની ધરપકડ થઈ ચુકી છે. આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પરથી ઇરાની બોટમાં લોડ કરાયો હતો. ડ્રગ્સની બોટ અને તેની કોમ્યુનિકેશન ફ્રિકવન્સીની બાતમીના આધારે કોસ્ટ ગાર્ડ. એટીએસ અને મરીન ટાસ્ક ફોર્સે ફાસ્ટ પેટ્રોલ વેસલ બોટ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.

સતત ચોવીસ કલાકના સર્ચ ઓપરેશન બાદ શંકાસ્પદ બોટ મળી હતી. મધદરિયે આ બોટ ઘેરાઇ જતા દાણચોરોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. નિષ્ફળ જતા બોટ પર સવાર દાણચોરોએ ખુદ બોટને આગ લગાવી દીધી હતી. કોસ્ટ ગાર્ડ અને એટીએસના અધિકારીઓએ જીવના જોખમે બોટ પર સવાર નવ ઇરાની દાણચોરોને ઝડપી લીધા હતા.

Read Also

Related posts

મતદાન કરીને રવાના થતી વખતે કારમાં બંધ બારણે મોદી અને શાહે કંઈક ગુફ્તગુ કરી!

Alpesh karena

અમિત શાહ, PM મોદી સહિતના આ દિગ્ગજોએ કર્યો મતાધિકારનો ઉપયોગ

Arohi

2019 પહેલા જુઓ 2014ની લોકસભા ચૂંટણીનું પૂરેપૂરૂ સરવૈયું, માર્જીનથી માંડી મતદાતાઓની પસંદગીની વાત

Karan