GSTV

ATP Ranking: ઓસાકા અને અઝારેંકાએ રેંકિંગમાં લગાવી લાંબી છલાંગ

વર્ષની અંતિમ ગ્રાન્ડસ્લેમ એટલે કે યુએસ ઓપનમાં ચેમ્પિયન બનેલી જાપાનની નાઓમી ઓસાકા અને રનર્સ અપ રહેલી વિક્ટોરિયા અઝારેન્કાએ એટીપી ટેનિસ ક્રમાંકમાં મોટી છલાંગ લગાવી દીધી છે. શનિવારે રમાયેલી વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં ઓસાકાએ એક સેટથી પાછળ રહેવા છતાં શાનદાર વળતો પ્રહાર કરીને ત્રણ સેટના મુકાબલામાં અઝારેન્કાને 1-6, 6-3, 6-3થી હરાવી હતી.  તેન કરિયરનું આ ત્રીજું ગ્રાન્ડસ્લેમ હતું. 

જાપાની ખેલાડી આ સાથે તેના ક્રમાંકમાં છ ક્રમ આગળ આવી ગઈ છે. તે અગાઉ નવમા ક્રમે હતી પરંતુ હવે ત્રીજા ક્રમે આવી ગઈ છે. 2013 બાદ પહેલી વાર કોઈ ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં રમેલી અઝારેન્કા 13 ક્રમની લાંબી છલાંગ સાથે હવે 27થી 14મા સ્થાને આવી ગઈ છે.

સેમિફાઇનલમાં પરાસ્ત થવાને કારણે ફરી એક વાર ગ્રાન્ડસ્લેમથી વંચિત રહેલી અમેરિકાની સેરેના વિલિયમ્સને એક ક્રમનું નુકસાન થયું છે અને તે હવે નવમા ક્રમે પહોંચી ગઈ છે. કોરોનાને કારણે આ વખતે યુએસ ઓપનથી દૂર રહેલી એશલે બાર્ટી અને સિમોના હાલેપને નુકસાન થયું નથી. બાર્ટી પહેલા તથા હાલેપ બીજા ક્રમે યથાવત રહી છે.

READ ALSO

Related posts

ABCD ફેમ કોરિયોગ્રાફર કિશોર શેટ્ટીની ધરપકડ, ડ્રગ્સ સપ્લાઈનો લાગ્યો ગંભીર આરોપ

Mansi Patel

કોરોનાને મ્હાત આપ્યા બાદ દર્દીના ફરી સંક્રમિત થવાની કેટલી છે સંભાવના? આ રહ્યો જવાબ

Bansari

વધારે ઘોંઘાટ કરે છે DNAને નુકશાન, કેન્શર અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીજી કેટલીયે બિમારીઓને પણ આપે છે આમંત્રણ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!