GSTV

ભારે વરસાદને પગલે પાવાગઢ ખાતે રમણીય દ્રશ્યો જોવા મળ્યા, પર્યટકોએ કુદરતના નજારાને કર્યો કેમેરામાં કેદ

સમગ્ર રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે તેને કારણે ખુશનુમા વાતાવરણ સર્જાયું છે. ત્યારે પાવાગઢ ખાતે પણ રમણીય દ્રશ્યો જોવા મળે છે. વરસાદને કારણે પાવાગઢ ખાતે હરિયાળી ખીલી ઊઠે છે. પર્વત ઉપર વરસેલા વરસાદને કારણે ડુંગર ઉપરથી ઝરણા રૂપે પાણી તળેટી સુધી આવે છે. જેને કારણે અનેક સ્થાને ધોધ સર્જાય છે. પાવાગઢ ડુંગરને વાદળોએ ઘેરી લીધો હોય તેવું જોવા મળે છે. ઉત્તર ભારતના હિલ સ્ટેશન ઉપર જેવુ વાતાવરણ સર્જાય અને તેને કારણે પર્યટકો આકર્ષાય તેવું જ વાતાવરણ પાવાગઢ ખાતે આજકાલ જોવા મળી રહ્યું છે.

તેથી શહેરી વિસ્તારના રહીશો પાવાગઢ ખાતે કુદરતી સૌદર્યનો આનંદ માણવા આકર્ષાતા હોવાનું જોવા મળી રહ્યું છે. પાવાગઢ ખાતે વડોદરા, ગોધરા, અમદાવાદ, સુરત, આણંદ જેવા શહેરોમાથી લોકો પરિવાર સાથે આવતા જોવા મળે છે. તાજેતરમાં લોકડાઉનને કારણે લાંબો સમય સુધી લોકો ઘરમાં જ રહ્યા છે. તે ઉપરાંત હાલમાં દૂરના સ્થળ ઉપર જવાનું લોકો ટાળી રહ્યા છે. જેથી નજીક આવેલા પાવાગઢ ખાતે પ્રકૃતિ પ્રેમીઓની ભીડ જોવા મળી રહી છે. માત્ર વરસાદ દરમ્યાન જ જોવા મળતો સુંદર નજારો જોવા પાવાગઢ ખાતે યુવાનોની ભીડ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.

READ ALSO

Related posts

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana

સરકારે ફરવાના શોખીનો માટે વિવિધ સ્થળોને ખુલ્લા મુકતા લાંબા સમયથી ખોટ ખાઈ રહેલા ટુર ઓપરેટરોની દિવાળી સુધરશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!