દિલ્હી-એનસીઆરમાં મોડી રાત્રિથી છૂટોછવાયા વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ થઈ રહ્યો છે. દિલ્હી-એનસીઆરમાં ગત એક માસમાં જેવી રીતે પ્રદૂષણના સ્તરમાં વધારો થયો હતો. તેમા પણ મોટા ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે સ્વીકાર્યું છે કે જો આગામી બે દિવસ સુધી વરસાદ થશે. તો દિલ્હી-એનસીઆરમાં સતત વધી રહેલા પ્રદૂષણના સ્તરમાં ભારે ઘટાડો પણ નોંધાશે. હવામાન વિભાગે બુધવારે પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરી હતી.
વરસાદ થવાને કારણે દિલ્હી-એનસીઆરના વાયુ પ્રદૂષણમાં નજીવો સુધારો પણ જોવા મળશે. એર ક્વાલિટી ઈન્ડેક્સ મુજબ બુધવારે સવારે દિલ્હીમાં પીએમ-10નું સ્તર 289, જ્યારે પીએમ 2.5 325 જેટલું નોંધાયું હતું. તેને સંતોષકારક ગણી શકાય નહીં. મંગળવારે સવારે થયેલા હળવા વરસાદનો સિલસિલો બુધવાર સુધી ચાલ્યો હતો. દિલ્હીની સાથે ગુરુગ્રામ, નોઈડા અને ગ્રેટર નોઈડામાં પણ મંગળવારે રાત્રિથી લઈને બુધવારે સવાર સુધી વરસાદ થયો છે.
જેને કારણે બુધવારે સવારે પણ હવામાનનો મિજાજ સંપૂર્ણપણે બદલાયેલો દેખાયો હતો. લોકોને સવારે તુલનાત્મક રીતે વધુ ઠંડીનો અહેસાસ થયો હતો. હવામાન વિભાગે વૈજ્ઞાનિક કુલદીપ શ્રીવાસ્તવે કહ્યુ છે કે 13 અને 14 નવેમ્બરે આકાશમાં બાદલ છવાયેલા રહેશે અને પ્રદૂષણ પોતાના નિમ્નસ્તર પર હશે. મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાના આસાર છે.
Read Also
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો