GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

મોદી સરકારે ખેડૂતો માટે પાથરી લાલજાજમ, તમામ યોજનાઓ જાણો માત્ર એક જ ક્લિકે

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આત્મ નિર્ભર ભારત રાહત પેકેજના ત્રીજા તબક્કાની સહાયનું એલાન કર્યું છે. જેમાં તેમણે એગ્રીગેટર્સ, એફપીઓ, ફાર્મર પ્રોડ્યુસર માટે એક લાખ કરોડની રાહત આપવાની વાત જણાવી છે. જેથી ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજની સુવિધા ઉભી કરવામાં આવી શકે છે.  તેમણે જણાવ્યું કે ખેત પેદાશોની નિકાસ માટે સરકાર મદદ કરી રહી છે ત્યારે હવે ગોડાઉન અને પશુ સંવર્ધન માટેની સહાયથી ખેડૂતો અને પશુપાલકોની આવકમાં વધારો થશે. સરકારે માઇક્રો ફૂટ એન્ટર પ્રાઇઝ માટે 10 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી છે. જેમાં સ્થાનિક કંપનીઓને સપોર્ટ પુરો પાડવામાં આવશે..

સુક્ષ્મ ખાદ્ય ઉદ્યોગ માટે જાહેરાત

 • સુક્ષ્મ ખાદ્ય ઉદ્યોગ માટે ૧૦ હજાર કરોડ રૂપિયાની ફાળવણી
 • ખેડૂત ઉત્પાદન સંસ્થાઓ, સ્વયં સહાયતા જૂથ અને સહકારી સંસ્થાઓને ફાયદો
 • વૈશ્વિક ગુણવત્તાવાળા ઉત્પાદન બનાવી શકે તે માટે ક્લસ્ટરના આધારે ફાળવણી
 • હર્બલ, ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવનારા ૨ લાખ સુક્ષ્મ ઉદ્યોગોને ફાયદો
 • યુપીમાં કેરી, કેરળમાં રાગી, કાશ્મીરમાં કેસર, આંધ્ર પ્રદેશમાં મરચા સાથે જાડાયેલા Gલસ્ટર બનશે

માછીમારો માટે જાહેરાત

 • પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ રૂ. ૨૦ હજાર કરોડની યોજના
 • પીએમએમએસવાય યોજના અંતર્ગત ઇન્ટીગ્રેટેડ, ટકાઉ, મરીન ડેવલપમેન્ટ કરાશે
 • રૂ. ૧૧૦૦૦ કરોડ મરીન, આઇસલેન્ડ ફીશરીઝ અને એGવાકલ્ચરને ફાળવાશે
 • રૂ. ૯૦૦૦ કરોડ ફીશરીઝ હાર્બર, કોલ્ડ ચેઇન, માકર્ેટ વગેરેની માળખાકીય સવલતો માટે વપરાશે
 • છેલ્લા ૨ મહિનામાં ૨૪૨ શ્રિમ્પ હૈચરીનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું
 • આગામી પાંચ વર્ષમાં ૭૦ લાખ ટન વધારાના મત્સ્ય ઉત્પાદનનો લક્ષ્યાંક
 • મત્સ્ય નિકાસ બમણી કરીને રૂ. એક લાખ કરોડ કરાશે
 • નિકાસ બમણી કરી વધારાની ૫૫ લાખ રોજગારી ઉભી કરાશે

સરકારે એસેન્સિયલ કોમોડિટીઝ એક્ટર 1955માં  સુધારો કરવા જઇ રહી છે. જેથી ખેડૂતોની આવકમાં વધારો થશે. નાણાપ્રધાને જણાવ્યું છે કે ખેડૂતોએ આ પગલાથી પોતાનું ઉત્પાદન હવે ઓછી કિંમતે નહીં વેચવું પડે. કઠોળ, અનાજ, ડુંગળી, બટાકા, સરસવ.. તેલીબિયા જેવા પાકને ડીરેગ્યુલેટ કરવામાં આવશે. ખેડૂતોને પોતાના પાકનો સારો ભાવ મળે તે માટે કૃષિ ક્ષેત્રને વધુ કોમ્પિટિટિવ બનાવવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય આફત જેવી પરિસ્થિતિમાં સરકાર આ પગલું ભરી શકે છે.

ખેડૂતો માટેના કાયદામાં સુધારો

 • એસેન્શયલ કોમોડિટિઝ એકટ, ૧૯૫૫માં સુધારો કરવામાં આવશે
 • ખેડૂતોની નિશ્ચિત આવક, જાખમરહિત ખેતી માટે નવો કાયદો બનશે
 • ખેડૂતો પોતાની ઉપજને યોગ્ય ભાવે બીજા રાજ્યોમાં પણ વેચી શકે તે માટે નવો કાયદો બનશે
 • નવા કાયદાથી ખેડૂતોની આવકમાં વધારો થાય તે મુખ્ય હેતુ
 • કૃષિ ઉત્પાદકોમાંથી અનાજ, તેલિબિયા, દાળ, ડુંગળી અને બટેટાને મુGત કરાશે
 • ખેડૂતો નિકાસકારો અને મોટા વેપારીઓ સાથે આસાનીથી કામ કરી શકશે

ખેડૂતો માટે શું કર્યું ?

 • ૨ કરોડ ખેડૂતોને વ્યાજમાં સબસિડી અપાઇ
 • કિસાન ક્રેડિટ કાર્ડ માટે બે લાખ કરોડ
 • પીએમ કિસાન ફંડમાં ૧૮ હજાર કરોડથી વધુ રૂપિયા ટ્રાન્સફર કર્યા
 • નાના અને મધ્યમ ખેડૂતો પાસે ૮૫ ટકા ખેતી
 • લોકડાઉનમાં ૭૪,૩૦૦ કરોડની કૃષિ જણસ ખરીદાઇ
 • ડેરી અને સહકારી મંડળીઓને બે ટકાની વ્યાજ સહાય આપવામાં આવી
 • પ્રતિદિન ૫૬૦ લાખ લીટર દૂધનું ઉત્પાદન

ભારતમાં સૌથી વધુ પશુ અને પશુપાલકો છે ત્યારે સરકારે 53 કરોડ પશુઓનું વેક્સીનેશન કરવાની યોજના બનાવી છે. તેના પર 13 હજાર 343 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જેથી પશુઓને ઘણી બિમારીઓમાંથી મુક્તિ મળશે. તેનાથી આપણી ફૂડ પ્રોડક્ટની ડિમાન્ડમાં વધારો થશે. દૂધનું ઉત્પાદન પણ વધશે. અત્યાર સુધીમાં 1.5 કરોડ ગાય અને ભેંસનું વેક્સીનેશન થઇ ચુક્યું છે.

પશુ સંવર્ધન માટે જાહેરાત

 • તમામ પશુઓનું ૧૦૦ ટકા વેક્સિનેશન કરવામાં આવશે
 • જાન્યુઆરી-૨૦૨૦ સુધી ૧.૫ કરોડ ગાય અને ભેંસોનું વેક્સિનેશન કરાયું
 • પશુ સંવર્ધન પાછળ અંદાજે ૧૩,૩૪૩ કરોડનો ખર્ચ થશે
 • પશુઓને ઘણી બિમારીમાંથી મુક્ત મળશે અને દૂધનું ઉત્પાદન પણ વધશે
 • માળખાકીય વિકાસ ફંડમાં ૧૫ હજાર કરોડની જાગવાઇ

હર્બલ ખેતી માટે જાહેરાત

 • હર્બલ ખેતીના પ્રમોશન માટે ૪ હજાર કરોડની જાગવાઇ
 • લગભગ ૧૦ લાખ હેGટરમાં હર્બલ પ્રોડGટ્સની ખેતી થશે
 • હર્બલ ખેતીના માધ્યમથી ખેડૂતોને ૫ હજાર કરોડની આવક થશે
 • ગંગા કિનારે ૮૦૦ હેGટર જમીન પર હર્બલ પ્રોડકટ્સ માટે કોરિડોર બનશે

કેન્દ્ર સરકારે પશુપાલનમાં પાયાગત માળખુ સુધારવા માટે વિકાસ ફંડ બનાવાવનો નિર્ણય કર્યો છે. દેશના ઘણા વિસ્તારોમાં દૂધનું ઉત્પાદન થાય છે ત્યાં પ્રાઇવેટ રોકાણનો પણ વિકલ્પ છે. ત્યારે આ માળખાના વિકાસ માટે 15 હજાર કરોડ રૂપિયાનું ફંડ ઉભુ કરવામાં આવ્યું છે..

કૃષિ ક્ષેત્ર માટે જાહેરાત

 • મધમાખીના ઉછેર માટે ૫૦૦ કરોડની જાગવાઇ
 • મધમાખી પાલકોની આવકમાં વધારો કરવાનો હેતુ
 • ગ્રાહકોને સારી ગુણવત્તાવાળું મધ મળશે
 • ઓપરેશન ગ્રીનનું વિસ્તરણ કરવામાં આવશે
 • બટાટા, ટમેટા અને ડુંગળી ઉપરાંત અન્ય તમામ ફળો અને શાકભાજીને આવરી લેવાશે

Related posts

મોદીનો માસ્ટરસ્ટ્રોક: આ દેશના જંગી યુદ્ધ જહાજ, ફાયટર જેટ અને સૈન્ય મથકોનો ભારત કરી શકશે ઉપયોગ

Mansi Patel

POKમાં બૌધ સ્થાપત્ય તોડવા સામે ભારતે વાંધો લીધો, પાકિસ્તાનને કરી આ ઓફર

Dilip Patel

ત્રણ એરપોર્ટના ડેવલપમેન્ટ માટે મોટા ઉદ્યોગપતિએ હાલમાં સક્ષમ ન હોઈ ડેડલાઈન વધારવા કરી માગ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!