GSTV
Home » News » એકાઉન્ટમાંથી પૈસા કપાયા પણ કેશ હાથમાં ન આવે તો આ કામ પહેલાં કરો, બેન્ક તમને ચુકવશે દંડ

એકાઉન્ટમાંથી પૈસા કપાયા પણ કેશ હાથમાં ન આવે તો આ કામ પહેલાં કરો, બેન્ક તમને ચુકવશે દંડ

એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે ઘણીવાર એવું બને છે કે કેશ નીકળ્યા વિના જ એકાઉન્ટમાંથી પૈસા કપાઇ જાય છે. તેવામાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આવી સ્થિતીમાં શું કરવું. ઘણાં લોકો પુરાવા વિના જ બેન્કમાં ફરિયાદ કરવા પહોંચી જાય છે પરંતુ તેમને કોઉ રાહત નથી મળતી, તેવામાં અમે તમને કેટલીક ગાઇડલાઇન્સ વિશે જણાવીશું જેની મદદથી તમે તમારા પૈસા પરત મેળવી શકો છો.

કેશ ન નીકળે તો બેન્કને કરો સંપર્ક

આરબીઆઇની ગાઇડલાઇન્સ અનુસાર તમે તમારી બેન્કનો યુઝ કરો કે અન્ય બેન્કનો, કેશ ન નીકળે અને એકાઉન્ટમાંથી પૈસા કપાય તો બેન્કની કોઇ નજીકની બ્રાન્ચનો સંપર્ક કરો. જો બેન્ક બંધ હોય કે રજાનો દિવસ હોય તો કસ્ટમર કેર પર કૉલ કરો. તમારી ફરિયાદ નોંધાઇ જશે. બેન્કને તેના માટે એક અઠવાડિયાનો સમય લાગશે.

ટ્રાન્જેક્શન સ્લીપ પાસે રાખો

ટ્રાન્જેક્શન ફેલ થયાના પુરાવા તરીકે ટ્રાન્જેક્શન સ્લીપ તમારી પાસે રાખો. જો ટ્રાન્જેક્શન સ્લીપ ન નીકળે તો તમે બેન્ક સ્ટેટમેન્ટ લઇ શકો છો. બ્રાન્ચમાં લેખિત ફરિયાદ સાથે ટ્રાન્જેક્શન સ્લીપની ઝેરોક્ષ પણ જોડી દો.

એક અઠવાડિયામાં પૈસાન મળે તો બેન્કે ચુકવવો પડશે દંડ

જો બેન્ક આવું ન કરે તો તેણે દરરોજ 100 રૂપિયા દંડ આપવો પડશે. ગાઇડલાઇન્સ અનુસાર બેન્કોને એક અઠવાડિયાની અંદર પૈસા પરત આપવા પડશે. ફરિયાદનું નિવારણ ન આવે તો એક અઠવાડિયા બાદ લોકપાલનો સંપર્ક કરી શકો છો.

એકાઉન્ટમાં એક દિવસમાં આવી જશે પૈસા

જો ટ્રાન્જેક્શ ફેલ થાય તો 24 કલાક સુધી રાહ જુઓ. બેન્ક તરફથી ભૂલ થઇ હશે તો તે એક દિવસમાં એકાઉન્ટમાં પૈસા જમા કરી દેશે. જો બીજી બેન્કના એટીએમમાં આવુ થયું હોય તો ધ્યાન રાખો કે ઘણઈવાર એટીએમ મશીનમાંથી પૈસા નીકળતા નથી પરંતુ મશીનની લોગ બુકમા ડેબિટ રજીસ્ટર થાય છે. જો આવુ થાય તો તમારે નુકસાવ ભોગવવુ પડશે કારણ કે અન્ય બેન્ક પૈસા આપવાથી ઇનકાર કરી શકે છે.

ATM યુઝ કરતી વખતે રહો એલર્ટ

એટીએમ યુઝ કરતી વખતે સુનિશ્વિત કરો કે તમારી આસપાસ કોઇ બીજો વ્યક્તિ ન હોય જે તમારો પાસવર્ડ જુએ. ટ્રાન્જેક્શનમાં મુશ્કેલી આવે તો તેને કેન્સલ કરવાનું ન ભૂલો. કોઇ અજાણ્યા શખ્સની મદદ ભૂલથી પણ ન લો.

Read Also

Related posts

અમદાવાદનાં વસ્ત્રાલમાં RTOમાં ખોટી રીતે લાયસન્સ બનાવવાનું કૌભાંડ પકડાયુ

Nilesh Jethva

‘મા’ કાર્ડની મજાક ઉડાવતી અમદાવાદની આ પ્રખ્યાત હોસ્પિટલો

Path Shah

અમદાવાદમાં પોલીસ અને બુટલેગર વચ્ચે ઘર્ષણ, એકબીજા પર કર્યા આક્ષેપો

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!