GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

ATM બનશે હવે ‘વર્ચુઅલ બેંક’, 2 લાખથી વધારે મશીનોમાં કેશ પણ જમા કરાવી શકશો

તમે ટૂંક સમયમાં એટીએમ(ATM)માં ​​મોટા ફેરફારો જોઈ શકો છો અને ટૂંક સમયમાં તમે બેંકોમાં પૈસા જમા કરાવવા માટે લાઇનોમાં ઉભા રહેવાનો છૂટકારો મેળવી શકો છો. કંપનીઓએ દેશભરમાં 95 ટકા નવા ATM મશીનો લગાવવાનું શરૂ કર્યું છે.  તમે આ મશીનોમાંથી રોકડ ઉપાડવા અને જમા કરાવી શકશો. મશીનમાં પૈસા જમા કરાવતાંની સાથે જ તમારા મોબાઇલમાં રોકડ જમા કરાવવાનો મેસેજ આવશે. બેંકિંગ ક્ષેત્રના નિષ્ણાતોના મતે આનાથી મોટા પાયે બેંકોમાં ભીડ ઓછી થશે. આનું કારણ એ છે કે બેંકોમાં મોટાભાગના લોકો માત્ર રોકડ જમા કરાવવા જાય છે. ATMમાંથી કેશ ઉપાડવામાં આવે છે, પરંતુ જમા કરાવવા માટે બેંકોની બ્રાંચ ઉપર જવું પડે છે.

ATMમાંથી પૈસા ઉપાડવાને પ્રાથમિકતા અપાશે

હવે આ સમસ્યા હલ કરવા માટે નવા ATM લગાવાયા છે. દેશમાં આશરે 2,40,000 ATM છે, જેમાંથી 35,000 ATMમાં તમે પૈસા જમા કરાવી શકો છો અને પૈસા ઉપાડી પણ શકો  છો. આ ATM જેવી વર્ચુઅલ બેંક શાખાઓ તરીકે કાર્ય કરશે. જણાવી દઈએ કે કોરોના સંકટને કારણે, બેન્કો તરફથી  ગ્રાહકોને સતત પ્રોત્સિહત કરવામાં આવે છે કે, તેઓ બેંકોમાં જવાને બદલે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે અને ATMમાંથી પૈસા ઉપાડવાને પ્રાથમિકતા આપે.

ATMથી થશે આ ફાયદો

તેમ છતાં, બેંકોમાં રોકડ રકમ જમા કરાવનારા ગ્રાહકોનો વારંવાર ધસારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, આ ATMની મદદથી, તે બેંક શાખાઓમાં લોકોની ભીડ ઘટાડવામાં પણ મદદ કરશે અને બેંક શાખાઓ પરના કામનો ભાર પણ ઓછો થશે. નોંધનીય છે કે થોડા દિવસો પહેલાં જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વિશે એક સમાચાર આવ્યા હતા કે ઇ-કોમર્સ દ્વારા, બેંક તેની કામગીરી આગળ ધપાવી શકે છે અને બેંક શાખાઓની સંખ્યા ઘટાડી શકાય છે. જોકે, દેશની સૌથી મોટી સરકારી બેંકે આ સમાચારોને નકારી કાઢતાં કહ્યું હતું કે આવી કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!