GSTV

અગત્યનું/ શું હવે ATM કાર્ડ પર ટ્રાન્ઝેક્શન ચાર્જ નહીં લાગે! RBI કરી શકે છે મોટો નિર્ણય, ગ્રાહકને થશે મોટો ફાયદો

જો આપના બેંક ખાતામાં પર્યાપ્ત બેલેન્સ નથી તો એવામાં આપ જ્યારે ATM પર જાઓ છો અને આપના ATMથી કેશ નીકાળવાની કોશિશ કરો છો અથવા તો પછી ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરો છો તો બેંક આપની પાસેથી ચાર્જ વસૂલે છે. આ ચાર્જ પેનલ્ટીની રીતે આપની પાસેથી વસૂલવામાં આવે છે. આને જ ટ્રાન્ઝેક્શન ફી કહેવાય છે. હવે આને ખતમ કરવાની વાત કરવામાં આવી રહી છે.

તો આવો અહીં જાણીશું કે શું છે આ સમગ્ર મામલો?

3-5 ફેબ્રુઆરીના રોજ RBI નાણાંકીય નીતિ સમિતિની (MPC) બેઠક યોજવાની છે. ઑલ ઇન્ડીયા બેંક ડિપોઝિટર્સ એસોસિએશન ઑફ ઇન્ડીયાએ ભારતીય રિઝર્વ બેંક (RBI) પાસેથી ડેબિટ કાર્ડ પર ‘ટ્રાન્ઝેક્શન ડિક્લાઇન ફી’ ખતમ કરવાની માંગ કરી છે. RBI પોલિસી બેઠક પહેલાં RBI ન ગવર્નર શક્તિકાંત દાસ પાસે સંગઠને આ માંગ કરી છે. એસોસિએશનએ આ ચાર્જને અયોગ્ય કરાર કર્યો છે.

એસોસિએશનએ જણાવ્યું કે, ‘ડિજિટલ રીતે ચૂકવણી કરનારા ગ્રાહક પર આ પ્રકારની ભારે પેનલ્ટી લગાવવી એ ગેર વ્યાજબી છે. લોકો આને ધ્યાનમાં રાખતા ડિજિટલ પેમેન્ટથી અંતર બનાવે છે. આ વાત એવાં લોકોના મામલામાં વધારે લાગુ થાય છે કે જે નબળા વર્ગમાંથી આવે છે. તેમના ખાતામાં હંમેશા પર્યાપ્ત બેલેન્સ નથી હોતું.’

એસોસિએશનએ જણાવ્યું કે, ‘આ ચાર્જ ન તો માત્ર અયોગ્ય છે પરંતુ ‘ટ્રાન્ઝેક્શન ડિક્લાઇન’ ના સિદ્ધાંતોની વિરૂદ્ધ પણ છે. તેની પાછળનું મુખ્ય કારણ થર્ડ-પાર્ટીને ચેક આપવા બરાબર છે. એના બદલે આ એક ડિપોઝિટરની બ્રાન્ચમાં જવા અને કેશ નીકાળવાની કોશિશ કરવા જેવું છે.’

ટ્રાન્ઝેક્શન ડિક્લાઇન ચાર્જના નામ પર કેટલાં પૈસા બેંક વસૂલે છે

ડેબિટ કાર્ડ પર ‘ટ્રાન્ઝેક્શન ડિક્લાઇન ચાર્જ’ ના નામ પર બેંક લોકો પાસેથી 25 રૂપિયાની સાથે GST વસૂલે છે. આ ચાર્જ પેનલ્ટીના નામે વસૂલવામાં આવે છે. આવું ત્યારે થાય છે કે જ્યારે કોઇ વ્યક્તિના ખાતામાં પર્યાપ્ત બેલન્સ ન હોવા પર એટીએમમાંથી પૈસા નીકાળવાની કોશિશ કરે છે અથવા તો પછી ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરે છે.

ફેઇલ ટ્રાન્ઝેક્શન પર આપવો પડશે આટલો ચાર્જ

State Bank of India- દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઈ એટીએમ ટ્રાન્ઝેક્શન ફેઇલ થવા પર ગ્રાહકો પાસેથી 20 રૂપિયા દંડ લે છે, જે તમારે જીએસટી સાથે ચૂકવવો પડે છે.

HDFC Bank- જો ટ્રાન્ઝેક્શન ફેઇલ થાય તો એચડીએફસી બેંક ચાર્જ તરીકે 25 રૂપિયા વસૂલે છે. તમને જણાવી દઈએ કે, આ સાથે તમારે ટેક્સ પણ ભરવો પડે છે.

IDBI Bank- સરકારની માલિકીમાંથી પ્રાઇવેટ થયેલી આઈડીબીઆઈ બેંકનો ગ્રાહક બીજી બેંકના એટીએમમાંથી પૈસા નીકાળે છે અને ઓછાં બેલેન્સને કારણે ટ્રાન્ઝેક્શન જો ફેઇલ થાય છે તો દરેક ફેઇલ ટ્રાન્ઝેક્શન માટે 20 રૂપિયા ચાર્જ આપવો પડે છે.

YES Bank- યસ બેંકના ખાતા ધારકોને બેલેન્સ ઓછું થવા પર 25 રૂપિયાનો ચાર્જ આપવો પડે છે.

Axis Bank ના ગ્રાહકોને પણ ATMમાં ટ્રાન્ઝેક્શન ફેઇલ થવા પર 25 રૂપિયાનો ચાર્જ આપવો પડે છે.

READ ALSO :

Related posts

ગાંધીનગર આદિવાસી સમાજના પ્રશ્નો મામલે બેઠક, મોહન ડેલકરના મોત મામલે યોગ્ય તપાસ કરવા માંગ

Pravin Makwana

PHOTO: હિના ખાનનો હોટ ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યા છે ફોટોઝ

Pravin Makwana

વડોદરા બાલાજી ગ્રુપના 62 લાખના ડેટા ચોરી, સાયબર સેલમાં ફરિયાદ થતા તપાસ શરૂ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!