GSTV
Home » News » દિવાળીની રજાઓમાં અમદાવાદમાં એટીએમ સેન્ટરો રામ ભરોસે

દિવાળીની રજાઓમાં અમદાવાદમાં એટીએમ સેન્ટરો રામ ભરોસે

દિવાળીની રજાઓ દરમિયાન અમદાવાદ સહિતના વિસ્તારમાં ચોરીના બનાવો બનતા હોય છે.ત્યારે ધનતેરસની મોડીરાતે  રામોલ વિસ્તારમાં એક એટીએમ સેન્ટરે કોઈ સિક્યોરિટી ગાર્ડ જ જોવા મળ્યો ન હતો.

 શહેરના લગભગ એટીએમ સેન્ટર જ્યાં ના તો સિક્યુરીટી ગાર્ડ છે અથવા તો એટીએમ સેન્ટરના દરવાજા ખુલ્લી હાલતમાં જ જોવા મળતા હોય છે અને જ્યાં સિક્યુરીટી ગાર્ડ હોય છે ત્યાં આરામ ફરમાવતા જોવા મળ્યા છે. દિવાળીના તહેવારને લઈને કોઈ ચોરી જેવી ઘટના ના બને તેના માટે રામોલ પોલીસ રાત્રીના સમયે સતત પેટ્રોલિંગ કરી રહી છે જેથી કોઈ બનાવ ના બની શકે ગઈકાલે રામોલ પોલીસે પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું જેમાં ચોકાવનારા દર્શ્યો સામે આવ્યા સરકારી બેંક એટલે કે એસબીઆઈ બેંકના એટીએમ સેન્ટર ખાતે સિક્યુરીટી ગાર્ડ જોવા મળ્યા પરંતુ તે તો મહાશય આરામ ફરમાવી રહ્યા હતા. પોલીસે પોતે સ્થળ પર ગઈ અને તેને જગાડ્યા હતા.

આ તો વાત થઇ એસબીઆઈ બેન્કની પરંતુ ખાનગી બેન્કના એટીએમમાં તો સિક્યુરીટી ગાર્ડ જ જોવા નથી મળ્યા લગભગ એટીએમ બહાર કોઈ સીક્યુરીટ ગાર્ડ જ નથી હોતા અને તેના કારણે જ તસ્કરોને મોકલું મેદાન મળી રહેતું હોય છે અને આસાનીથી લાખો રૂપિયા ભરેલા એટીએમ મશીન તોડી કેસ કાઢી લેતા હોય છે અથવા તો આખુ મશીન જ લઈને ફરાર થઇ જતા હોય છે આવા બનાવો બાદ પોલીસની કામગીરીમાં વધારો થઇ જતો હોય છે.

Related posts

કોઇપણ કામમાં અડચણો આવતી હોય તો ધારણ કરી લો આ રત્ન, જાણો તેની ખાસિયત

Bansari

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!