ભારતમાં ATMની સંખ્યામાં ઘટાડો: રિપોર્ટ

નાણાંકીય વર્ષ 2017-18માં દેશમાં એટીએમની સંખ્યા 10 હજારથી ઓછી થઇને 2.07 લાખ પર આવી ગઇ છે. રિઝર્વ બેંકે શુક્રવારે જાહેર કરેલી વાર્ષિક રિપોર્ટમાં તેણી જાણકારી આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એટીએમની સંખ્યામાં ઘટાડો થવાનું મુખ્ય કારણ કેટલાંક જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા પોતાની શાખાઓને તાર્કિક બનાવવાનું છે.

આ પ્રક્રિયા વચ્ચે બેંકની શાખાઓમાં લાગેલા એટીએમની સંખ્યા આ દરમ્યાન 1.09 લાખથી ઘટીને 1.06 લાખ પર આવી ગઇ. જોકે, આ દરમ્યાન શાખાઓની અંદર લાગેલા એટીએમની સંખ્યા 98,545થી વધીને એક લાખ પર પહોંચી ગઇ. રિઝર્વ બેંકે નાણાંકીય વર્ષમાં બેકિંગ ક્ષેત્રના રૂઝાનો પર પોતાનો તાજા રિપોર્ટ ‘ટ્રેન્ડ્સ એન્ડ પ્રોગ્રેસ ઑફ બેંકિંગ ઇન 2017-18’ રિપોર્ટમાં કહ્યું છે, ‘નાણાંકીય વર્ષ 2017-18માં સરકારી બેંકોના એટીએમની સંખ્યા 1.48 લાખથી ઘટીને 1.45 લાખ પર આવી ગઇ.’

આ દરમ્યાન ખાનગી બેંકોના એટીએમની સંખ્યા 58,833 થી વધીને 60,145 પર પહોંચી ગઇ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલ 2018થી ઓગષ્ટ 2018 દરમ્યાન એટીએમની સંખ્યા વધુ ઘટીને 2.04 લાખ પર આવી ગઇ. જેમાં નાની નાણાંકીય બેંકો અને ચૂકવણી બેંકોના એટીએમ સામેલ નથી. જેનું કારણ ડિજીટલ પદ્ધતિના ઉપયોગમાં વધારો કરવાનો છે.

આ દરમ્યાન પૉઇન્ટ ઑફ સેલ ટર્મિનલોની સંખ્યામાં ઝડપથી વધારો નોંધાવવામાં આવ્યો. વ્હાઇટ લેવલ એટીએમની સંખ્યા પણ આ દરમ્યાન વધીને 15,000ની પાર થઇ ગઇ. નાણાંકીય વર્ષ 2017-18 દરમ્યાન એકીકૃત ચૂકવણી ઈન્ટરફેસ (યૂપીઆઈ) દ્વારા કુલ 1090 અબજ રૂપિયાના 91.5 કરોડ રૂપિયાની લેવડ-દેવડ થઇ. આ નાણાંકીય વર્ષ 2018-19માં પ્રથમ છ મહિનામાં વધીને 157.9 કરોડની લેવડ-દેવડ પર પહોંચી. આ દરમ્યાન યૂપીઆઈ દ્વારા 2670 અબજ રૂપિયાની લેવડ-દેવડ થઇ.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter