ATM અને ચૅક દ્વારા ટ્રાન્જેક્શન બનશે મોંઘુ, બેન્કને ચૂકવવો પડશે આટલો ચાર્જ

બેન્ક ગ્રાહકોને હવે જીએસટીનો માર પડવાનો છે. તેના કારણે બેન્કની અંદર કે બહાર કરવામાં આવેલા કોઇપણ ટ્રાન્જેક્શન માટે ટેક્સ આપવો પડશે. ચેકથી લઇને એટીએમ દ્વારા કેશ ઉપડવા માટે ચાર્જ ચૂકવવો પડશે. હકીકતમાં જે સેવાઓનાં લાભ લોકોને મળી રહેલ છે તેને બેંક ખતમ કરવાની તૈયારીમાં છે. જાણકારી અનુસાર, બેંક એટીએમ પર મળનારી અનેક સેવાઓને માટે ફી વધારવા પર વિચાર કરી રહ્યાં છે. આવું એટલાં માટે થઇ રહેલ છે કેમ કે બેંકોનો એટીએમ ખર્ચ સતત વધતો જઇ રહ્યો છે અને આનાંથી આનું નુકસાન પણ ઓછું થવાનું નામ નથી લઇ રહેલ.

એટીએમ-બેન્કમાં નહી મળે ફ્રી સેવા

તેનાથી ગ્રાહકોને બેન્ક અને એટીએમ પર મળતી ફ્રી સુવિધાઓ ખતમ થઇ જશે. હાલ ગ્રાહકો પોતાના બેન્ક એટીએમમાંથી મહિનામાં પાંચ વરા ફ્રી ટ્રાન્જેક્શન કરી શકે છે. નવી વ્યવસ્થા લાગૂ થતાં આ ફ્રી ટ્રાન્જેક્શન ખતમ થઇ જશે. બેન્ક તમને આ સેવાઓ ફ્રી આપે છે જ્યારે બેન્કોએ આ પ્રકારની સેવાઓ માટે આશરે 40 હજાર કરોડ રૂપિયાનો સર્વિસ ટેક્સ ચુકવવો પડશે.


ફીમાં થશે આટલો વધારો


બેન્ક આ ઉપરાંત એટીએમ પર થતાં નૉન બેન્કિંગ ટ્રાન્જેક્શનની ફીને 18 રૂપિયાથી વધારવા માગે છે. તે વધીને 25 રૂપિયા થઇ શકે છે. આ ફીને 2012માં નક્કી કરવામાં આવી હતી અને ત્યારથી તેમાં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યા. એટીએમમાંથી એક ટ્રાન્જેક્શન પાછળ એક દિવસમાં 23 રૂપિયા ખર્ચ થાય છે.


હાલમાં છે આટલો ચાર્જઃ


વર્તમાનમાં દરેક બેંક એટીએમ પર થનાર કેશ ટ્રાન્ઝેક્શન માટે 15 રૂપિયા અને નોન કેશ ટ્રાન્ઝેક્શન કરવા પર ખાતામાંથી 5 રૂપિયા કાપે છે. આ ચાર્જ દર મહીને ફ્રીમાં મળનારા ટ્રાન્ઝેક્શન પર લાગતો હોય છે.

ઘટી શકે છે ટ્રાન્ઝેક્શનની સંખ્યાઃ


બેંકોએ RBIને જે પ્રસ્તાવ આપ્યો છે તેને આધારે પ્રત્યેક ગ્રાહકને દર મહીને મળનારા મફ્ત ટ્રાન્ઝેક્શનની સંખ્યાને ઘટાડી દીધી છે. હાલમાં વધારે બેંક કુલ મિલાવીને 8 ટ્રાન્ઝેક્શન મફ્ત આપે છે, જેમાં 5 પોતાની બેંકો પર અને 3 અન્ય બેંકો પર મળે છે. આને ઘટાડીને કુલ 3 કરવામાં આવી શકે છે. બેંક આપને આ સેવાઓ મફ્ત આપે છે જ્યારે બેંકોએ આ પ્રકારની સેવાઓ પર લગભગ 40 હજાર કરોડ રૂપિયાનો સર્વિસ ટેક્સ આપવો પડે છે.

બેંક આ સિવાય એટીએમ પર થનાર નોન બેંકિંગ ટ્રાન્ઝેક્શનની ફીને પણ 18 રૂપિયાથી વધારવા ઇચ્છે છે. તે વધીને 25 રૂપિયા પણ થઇ શકે છે. આ ફીને 2012માં નક્કી કરવામાં આવી હતી અને ત્યારથી આમાં કોઇ જ ફેરફાર નથી કરાયો. એટીએમથી એક ટ્રાન્ઝેક્શનનો ખર્ચ એક દિવસનો 23 રૂપિયા હોય છે.

આ કારણે વધશે ચાર્જ


રિઝર્વ બેન્કે એટીએમ પર થતાં ટ્રાન્જેક્શન માટે ઘણાં કડક નિયમો બનાવ્યાં છે. જે બાદ એટીએમ ઓપરેટર્સ ટ્રાન્જેક્શન ચાર્જ વધારવાની માંગ કરી રહ્યાં છે. ટીએમ ઇન્ડસ્ટ્રીએ ટ્રાન્જેક્શન પર 3-5 રૂપિયા વધારવાની માંગ કરી છે જેથી તે પોતાના ખર્ચ પૂરા કરી શકે.

જણાવી દઇએ કે જૂનમાં મહેસૂલ વિભાગ અને નાણાં મંત્રાલય અંતર્ગત આવનાર નાણાંકીય સેવા વિભાગની વચ્ચેની બેઠકમાં બેંકોએ આ સેવાઓ પર ટેક્સની છૂટછાટ આપવાની માંગ કરી હતી. આ મામલો હવે પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પહોંચી ચૂકેલ છે. આ સમસ્યાનાં સમાધાન માટે બેંકો અને નાણાં મંત્રાલયનાં અધિકારીઓની વચ્ચે એક વિશેષ બેઠક બોલાવવામાં આવી છે. આ જ સપ્તાહે આ સમસ્યાનું સમાધાન આવી શકે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter