GSTV
Gujarat Government Advertisement

ATM બંધ છે, પૈસા નથી : નાણાની અછતથી છતે પૈસે લોકોની ભિખારી જેવી હાલત

Last Updated on April 16, 2018 by

અમદાવાદ : અમદાવાદમાં પણ અનેક વિસ્તારમાં એટીએમ ખાલી છે. અખબાર નગર, ઘાટલોડિયા, ભૂયંગદેવ જેવા વિસ્તારોમાં એટીએમ બંધ હાલતમાં જોવા મળ્યા હતા. શનિ રવિની રજા બાદ સપ્તાહના પહેલા દિવસે પણ એટીએમમાં રોકડની રામાયણ સર્જાતા લોકોને પરેશાનની સામનો કરવો પડી રહ્યો છે.

 

બનાસકાંઠા : બનાસકાંઠામાં એ.ટી.એમ 6 દિવસથી બંધ રહેતા લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. બેંકમાં રૂપિયા હોવા છતા પેસા નહીં મળતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. નોટબંધી જીએસટી અને નીરવ મોદીના કૌભાંડને લઈ આ પરિસ્થિતિ માટે લોકો સરકારને જવાબદાર ગણાવી રહ્યા છે.

બનાસકાંઠામાં છ દિવસથી નાણાંની અછતને લઈને વેપારી ખેડૂતો અને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા છ દિવસથી બેંકોમાં નાણાં ખૂટતા જિલ્લામાં મોટાભાગના એ ટી એમ બંધ થઈ ગયા છે. સિત્તેર ટકા એટીએમમાં ખંભાતી તાળા લાગી ગયા છે, ત્યારે એક પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં આયાત નિકાસ અટકી ગઈ છે.

લોકોને પોતાના નાણાં ન મળવાથી છતે પૈસે ભીખ માંગવા જેવી પરિસ્થિતિ પેદા થઈ છે. જોકે બીમાર દર્દીના સગાઓ છેલ્લા ત્રણ દિવસથી એ ટી એમ માંથી પૈસા મેળવવા ધક્કા ખાઈ રહ્યાં છે, જ્યારે દૂર ગામડામાંથી કામ અર્થે આવતા લોકો એ ટી એમ બંધ હોઈ પૈસા વિના પરેશાન થઇ ગયા છે.

બીમાર દર્દી માટે પૈસાની જરૂરિયાત હોઈ રાજસ્થાન અને અન્ય જિલ્લામાંથી સારવાર કરાવવા આવેલા લોકો એ ટી એમ બંધ હોવાથી અટવાયા છે. કેટલાક લોકો તો સરકાર પર આક્રોશ ઠાલવી રહ્યા છે. નોટબંધી જી એસ ટી નીરવ મોદી અને વિજય માલ્યાને યાદ કરીને લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે.

બનાસકાંઠાના મુખ્ય શહેર એવા પાલનપુરમાં મોટાભાગના એ ટી એમમાં તાળા છે ત્યારે ફરી એકવખત લોકોને નોટબંધીનો સમય યાદ આવી ગયો છે. જે સમયે લોકોની હાલત ભીખારી જેવી થઇ હતી.

 

અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં પણ બેંકોમાં નાણાની તંગી વર્તાઈ છે. મોડાસા સહિત વિવિધ વિસ્તારોમાં આવેલા એટીએમ કેશલેસ થઈ ગયા છે. છેલ્લા ચાર દિવસથી એટીએમ ખાલી રહેતા ખાતેદારોની હાલાકી વધી છે. તો બેંકોમાંથી પણ રોકડ મળવી મુશ્કેલ બન્યું છે. ત્યારે સ્થાનિકો રોષે ભરાયા છે. તાત્કાલિક બેંકોમાં જમા રકમ જરૂરિયાત મુજબ મળે તેવી ખાતેદારોમાં માગ ઉઠી છે.

પંચમહાલ : નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા થોડા દિવસોથી એટીએમ બંધ રહેતા હોવાની ફરિયાદો ઉઠી છે. પંચમહાલમાં શહેરામાં પણ બેંકોના એટીએમ બંધ હોવાના બોર્ડ નજરે પડતાં લોકોમાં નિરાશા ફેલાઈ છે. એટીએમમાંથી રોકડ નાણા નહીં મળતાં લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. હાલ લગ્નની મોસમ ચાલતી હોવાથી પ્રસંગને લઈને પણ લોકોને રોકડ નહીં મળતાં પરેશાન બન્યા છે. તો રોજીંદી ચીજવસ્તુઓની ખરીદી કરવામાં પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

 

 

Gujarat Government Advertisement

Related posts

ખાનગી સ્કૂલોના દા’ડા ભરાઈ રહ્યા: સરકારી સ્કૂલો તરફ વળી રહ્યા છે વાલીઓ, નેતાઓએ ભલામણ માટે લાઈનો લગાવી

Pravin Makwana

મોટી રાહત: GTUના તમામ PG-Ph.D કોર્સમાં હવેથી ટકાવારી મુજબ સ્કોલરશિપ અપાશે

Pravin Makwana

વિદ્યાર્થીઓ માટે જાણવા જેવું: સરકાર વિદ્યાર્થીઓને પાસ તો કરશે, પણ માર્કશિટમાં પાછળના ભાગે આવું લખાયેલું આવશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!