GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

લૉકડાઉનમાં રૂપિયા ઉપાડવા માટે બહાર નહી જવુ પડે, આખેઆખુ ATM તમારા બારણે આવશે, આ બેન્કે શરૂ કરી સુવિધા

atm

લૉકડાઉન વચ્ચે HDFC બેન્કે પોતાના ગ્રાહકોને બે ખાસ ભેટ આપી છે. પહેલી ભેટ લોન લેનારા ગ્રાહકો માટે છે. સાથે જ બીજી ભેટ ATMની સુવિધા તમારા ઘર સુધી ઉપલબ્ધ થશે. એટલે કે હવે રૂપિયા ઉપાડવા માટે તમારે ઘરની બહાર નીકળવાની જરૂર નથી. ચાવો બેન્કે શરૂ કરેલી આ સુવિધાઓ વિશે જાણીએ વિગતે….

emi

મોબાઇલ ATMની વ્યવસ્થા

HDFC બેન્કે દેશભરમાં મોબાઇલ ATMની વ્યવસ્થા શરૂ કરી છે. આ સુવિધાથી હવે ગ્રાહક પોતાના દરવાજા પર ઉભેલી ATM વેન માંથી કેશ ઉપાડવામાં સક્ષમ હશે. આ ATMને ક્યાં રાખવામાં આવશે, તે વિશે નિર્ણય સંબંધિત શહેરોની નગરપાલિકા સાથે વાતચીત બાદ લેવાશે.

બેન્ક તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર મોબાઇલ ATMનને કોઇ ખાસ સ્થળે કોઇ નિશ્વિત સમયગાળા માટે રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન મોબાઇલ ATM સવારે 10 વાગ્યાથી લઇને સાંજે પાંચ વાગ્યાની વચ્ચે 3-5 સ્થળે રહેશે.

atm

લોન થઇ સસ્તી

HDFC બેન્કે લોન પર વ્યાજ 0.20 ટકા ઘટાડી દીધું છે. આ ઘટાડા બાદ એક દિવસ માટે માર્જિનલ લેંડિગ રેટ એટલે કે એમસીએલઆર 7.60 ટકા જ્યારે એક વર્ષની લોન માટે 7.75 ટકા હશે.

મોટાભાગની લોન એક વર્ષના એમસીએલઆર સાથે સંબંદ્ધ હોય છે. બેન્કની આ પહેલથી ટર્મ લોન સસ્તી થશે. આ ઉપરાંત જે લોકોની પહેલાથી લોન ચાલી રહી છે તેમની પણ ઇએમઆઇ ઘટશે.

તેની પહેલા એસબીઆઇ, બેન્ક ઑપ ઇન્ડિયા, કેનેરા બેન્ક, બેન્ક ઑફ બરોડા, પીએનબી, યૂનિયન બેન્ક ઑફ ઇન્ડિયા, બેન્ક ઑફ મહારાષ્ટ્રએ પણ વ્યાજ દરો ઘટી દીધા છે. એસબીઆઇ તરફથી 10 દિવસની અંદર બે વાર વ્યાજ દર ઘટાડવામાં આવ્યો છે.

Read Also

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!