GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

Atlas Cycle એક સમયે વર્ષ 40 લાખ સાયકલ બનાવતી હતી, બંધ થઈ દેશની સૌથી મોટી સાયકલ ઉત્પાદક કંપની

વિશ્વ સાયકલ (Cycle)દિવસની ઉજવણી બુધવારે થઈ હતી. જોગાનુજોગે આ જ દિવસે દેશની 69 વર્ષ જૂની સાયકલ(Cycle) કંપની એટલસે આર્થિક ખેંચને કારણે ફેક્ટરીમાં ઉત્પાદન કરવાનું અટકાવી દીધું છે. પરિણામે આ કંપનીમાં કામ કરતાં 450 કર્મચારીઓની સામે રોજીરોટીનું સંકટ ઊભું થયું છે. છેલ્લાં થોડાં વર્ષોથી કંપની આર્થિક સંકટમાંથી પસાર થતી હતી.

સાયકલ (Cycle) બનાવવાનો છે રેકોર્ડ

એક સમયે કંપનીએ વર્ષ 40 લાખ સાયકલ બનાવવાનો રેકોર્ડ કર્યો હતો. હવે લે-ઑફ નોટિસમાં કંપનીનાં મેનેજમેન્ટે જણાવ્યું કે, સંચાલકો પાસે ફેક્ટરી ચલાવવા નાણાં નથી અને કાચો માલ ખરીદવાના રૂપિયા નથી. એટલે કર્મચારીઓને ત્રણ જૂનથી લે-ઑફ કરવાનું કહેવાયું છે. અહીં કંપનીની સફર પ્રસ્તુત છે….

  • જાનકીદાસ કપૂરે આ કંપનીની સ્થાપના કરી હતી. 1951માં પ્રથમ વર્ષમાં કંપનીએ 12 હજાર સાયકલ બનાવવાનો રેકોર્ડ કર્યો હતો.
  • કંપનીને બ્રિટિશ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટશનનાં આઇએસઓ 9001-2015 સર્ટિફિકેશનની સાથે માન્યતા મળી.
  • કંપનીએ તમામ વયજૂથના લોકો માટે સાયકલ(Cycle)ની વિસ્તૃત રેન્જ પ્રસ્તુત કરી.
  • વર્ષ 1958માં પહેલો જથ્થો નિકાસ કરવામાં આવ્યો.
  • વર્ષ 1965 સુધી આ દેશની સૌથી મોટી સાયકલ(Cycle) ઉત્પાદક કંપની બની ગઈ.
  • વર્ષ 1978માં ભારતમાં પ્રથમ રેસિંગ સાયકલ(Cycle) પ્રસ્તુત કરીને કંપનીએ દુનિયાની ટોચની સાયકલ ઉત્પાદક કંપનીઓમાંથી એક બનવાનું ગૌરવ મેળવ્યું.
  • વર્ષ 1978માં પહેલી રેસિંગ સાયકલ(Cycle)ની સાથે તમામ વયના લોકોની રેન્જ પ્રસ્તુત કરી.
  • કંપનીને ઇટાલીનો ગોલ્ડ મર્કરી ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો. વર્ષ 2003માં એટલસ ગ્રૂપ ઓફ ઇન્ડસ્ટ્રીઝનું પુનર્ગઠન થયું, જેના અધ્યક્ષ જયદેવ કપૂર બન્યાં.
  • વર્ષ 2005માં વિદેશોમાં ઘણી કંપનીઓ સાથે વ્યૂહાત્મક જોડાણ કર્યું

લે-ઑફ એટલે શું?

જ્યારે કંપની પાસે ઉત્પાદન માટે રૂપિયા હોતા નથી, ત્યારે આ પરિસ્થિતિમાં કંપની કર્મચારીઓને છૂટા કરવાને બદલે કોઈ પણ પ્રકારનું વધારાનું કામ ન કરાવી ફક્ત એમની હાજરી જ લે છે. કંપનીના કર્મચારી દરરોજ ગેટ પર આવીને હાજરી પુરાવે છે અને એ હાજરીને આધારે કર્મચારીને અડધા પગારની ચુકવણી થાય છે.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!