GSTV
Home » News » આજે આવ્યું એથલેટ હિમા દાસનું પરિણામ જાણો

આજે આવ્યું એથલેટ હિમા દાસનું પરિણામ જાણો

અસમ હાયર સેકેન્ડરી એજ્યુકેશન કાઉન્સીલે ધોરણ 12ના પરિણામની ઘોષણા કરી છે. જેમાં એથલીટ હિમા દાસ ફસ્ટ ક્લાસ સાથે પાસ થઈ હતી. AHSECના આર્ટ્સ, સાઈન્સ, કોમર્સ અને વોકેશનલ સ્ટ્રીમ્સના રિજલ્ટ એક સાથે 18 વેબસાઈટ પર મુકવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી છે તેઓ  ahsec.nic.in વેબસાઈટ પર જઈને જોઈ શકે છે. ત્યાં જ પરીક્ષામાં એથલીટ હિમા દાસે પણ પહેલા ક્લાસ સાથે પરીક્ષા પાસ કરી છે. તેઓ 12 મા ધોરણમાં આર્ટ્સના વિદ્યાર્થી હતા.

હિમાએ મેળવ્યા આટલા માર્કસ

હિમાએ 12મા ધોરણમાં ટોપ-5 વિષયોમાં 69.8 ટકા માર્ક્સ મેળવ્યા છે. હિમા એથલીટ છે પરંતુ પોતાના રિજલ્ટ દ્વારા તેણે બતાવી દીધુ કે રમતની સાથે તેમનું પ્રદર્શન અભ્યાસમાં ધણુ સારૂ છે. તમને જણાવી દઈએ કે 11 મેના રોજ હિમાએ ટ્વિટ કર્યુ હતૂ કે તે વર્લ્ડ રીલે 2019 માટે બિલકુલ તૈયાર છે.

તમને જણાવી દઈએ કે જુલાઈ 2018મા હિમાએ IAAF વર્લ્ડ અંડર-20 ચેમ્પિયનશિપમાં મહિલાઓની 400 મીટરની રેસમાં પહેલુ સ્થાન હાંસલ કરી ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. હિમાએ રાટીના સ્ટેડિયમમાં રમેલા ફાઈનલમાં 51.46 સેકેન્ડનો સમય સાથે જીત હાંસલ કરી છે. જણાવી દઈએ કે હિમા દાસ યૂનીસેફ ઈન્ડિયાની યુથ એમ્બેસેડર છે.

કેવી રીતે શરૂ થયુ કરિયર

19 વર્ષની હિમાએ 2016મા એથલેટિક્સની શરૂઆત કરી હતી. આ પહેલા તે ફુટબોલ રમ્યા કરતી હતી. હિમાએ સ્કૂલના ફિજિકલ ટીચરને એવુ લાગતુ હતું કે ફુટબોલ તેમના કરિયર માટે નથી એટલા માટે તેમણે શારીરિક રીતે મજબુત હિમાને એથલેટિક્સમાં કરિયર બનાવવાની સલાહ આપી હતી.

READ ALSO

Related posts

ગેસ સિલિન્ડર સાથે 50 લાખનો વીમો મળે છે એકદમ ફ્રી, એક ક્લિકે જાણો સમગ્ર પ્રક્રિયા

Bansari

સીઝફાયરનું ઉલ્લંઘન કરી ભારતીય ચોકીને પાકિસ્તાને બનાવી નિશાન, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

Arohi

પ્રિયંકા ગાંધીના ધરણા પર ભાજપે આપ્યો જવાબ, ‘કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!