GSTV
Home » News » ક્રિકેટર કે એલ રાહુલ સાથેના સંબંધો અંગે આખરે અથિયાએ તોડ્યું મૌન, કહી આ વાત

ક્રિકેટર કે એલ રાહુલ સાથેના સંબંધો અંગે આખરે અથિયાએ તોડ્યું મૌન, કહી આ વાત

બોલિવૂડમાં રોજ કોઇને કોઇના બ્રેકઅપ અને લિંકઅપના સમાચાર આવતા રહે છે. ફેન્સતે તેમના ફેવરેટ સ્ટારના જીવન વિશે જાણવામાં બહુ રસ હોય છે. છેલ્લા ઘણા સમયથી ક્રિકેટર કે એલ રાહુલ અને સુનિલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટીના અફેરની ચર્ચાઓ ચાલતી હતી. ત્યારે હવે અથિયાએ પણ આ અંગે મૌન તોડ્યું છે.

અથિયાએ ક્યારેય આ સંબંધો સ્વિકાર્યા નથી તો ક્યારેય સ્પષ્ટ ના પણ નથી પાડી. હવે બોલિવૂડ લાઇફ સાથેની વાતચીતમાં અથિયાએ જણાવ્યું છે કે, તેના પર આવા લિંકઅપની વાતોની કોઇ અસર થતી નથી.

આ અંગે જણાવતાં અથિયાએ જણાવ્યું કે, મને આવા લિંકઅપના સમાચારોની કોઇ અસર થતી નથી અને તમે મને આ વિશે પૂછતો તો, હું કોઇ જવાબ નહીં આપું. પરંતુ મને ખબર છે કે, આ બધું પૂછવું તમારું કામ છે.

વધુમાં અથિયાએ કહ્યું કે, મારું માનવું છે કે, આપણે રોજ ઘણું દુનિયાને આપીએ છીએ અને મને લાગે છે કે, આ દરેકની વ્યક્તિગત બાબત છે. ભલે તે મિત્રતા હોય, સંબંધો હોય કે પરિવાર. આ બધાંને હું હંમેશાં બચાવીને રાખવાનું ઈચ્છું છું. માટે હું ક્યારેય આ અંગે વાત નહીં કરું.

ઉલ્લેખનિય છે કે, ફિલ્મ મુબારકાંના રિલીઝના બે વર્ષ બાદ એક્ટ્રેસ અથિયા શેટ્ટી ફરી એકવાર પડદા પર છવાઇ જવા તૈયાર છે. અથિયા ફિલ્મ મોતીચૂર ચકનાચૂરમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે નવાજુદ્દીન સિદ્દીકી છે.

કે એલ રાહુલ સાથે અથિયાના સંબંધોની વાત કરવામાં આવે તો, બંને ઘણીવાર સાથે ફરતાં જોવા મળે છે. તાજેતરમાં જ અથિયાના જન્મદિન સમયે રાહુલે અથિયાને સોશિયલ મીડિયા પર ખાસ અભિનંદન પણ આપ્યાં હતાં.

Related posts

પાલપંતી મૂવી થઈ છે રિલિઝ, જાણો ફિલ્મનાં રિવ્યું વિશે…

pratik shah

ભરૂચમાં આ મામલે સિનિયર સિટિઝન આમરણાંત ઉપવાસ પર બેઠા

Nilesh Jethva

અમદાવાદના ચકચારી હિટ એન઼્ડ રન કેસમાં બીજીવાર ચુકાદો ટાળવામાં આવ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!