GSTV
Auto & Tech Trending

પેટ્રોલ વિના દોડશે અને રસ્તો પણ બતાવશે આ દમદાર સ્કૂટર, 75Kmની છે માઇલેજ

Ather S340

ભારતમાં ઇ-સ્કૂટરની મોટી રેન્જ છે. આવનારા દિવસોમાં ઘણી ઓટોમોબાઇલ કંપનીઓ ઇલેક્ટ્રીક વ્હીકલ લૉન્ચ કરશે. આ વર્ષે બેંગલોરની ઓટોમોબાઇલ સ્ટાર્ટઅપ કંપની અથર એનર્જીએ પણ પોતાનું પ્રથમ ઇ-સ્કૂટર Ather S340 લૉન્ચ કર્યુ હતું. તેની ઓનરોડ પ્રાઇસ 1,09,750 રૂપિયા છે. તેમા રજીસ્ટ્રેશન, ઇન્શ્યોરન્સ અને સ્માર્ટ કાર્ડ સામેલ છે. તેમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટ કરતુ ટચ સ્ક્રીન ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ આપવામાં આવ્યું છે.

અથર એનર્જી સ્કૂટરના ફિચર્સ

આ સ્કૂટરમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ વાળુ ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ મળશે. આ ટચ સ્ક્રીન સાથે આવશે, જે સંપૂર્ણરીતે વોટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ હશે.

તેમાં પુશ નેવિગેશન, પાર્કિંગ અસિસ્ટ સિસ્ટમ, વોટરપ્રૂફ ચાર્જર, મલ્ટીપલ રાઇડિંગ મોડ્સ જેવા ફિચર્સ પણ હશે.

ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમમાં તમે ડ્રાઇવિંગ લાયસન્સ, રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ જેવા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો.

સ્કૂટર S340માં લિથિયમ-આયન બેટરી છે. તેને ફુલ ચાર્જ કરીને 75 કિમીની રાઇડ કરી શકાશે.

તેને 50 મિનિટમાં 80 ટકા સુધી ચાર્જ કરી શકાશે. સ્કૂટરની ટૉપ સ્પીડ 80kmph છે.

કંપનીનો દાવો છે કે તે 3.9 સેકેન્ડમાં 0થી 40 kmphની સ્પીડ પકડી શકે છે.

રિમોટ ડાયગ્નોસ્ટિક્સ, સેટેલાઇટ નેવિગેશન સાથે ફ્રન્ટ અને રિયર ડિસ્ક બ્રેક અને ટેલિસ્કોપિક ફ્રન્ટ સસ્પેંશન છે.

સરળતાથી બેક કરવા માટે સ્કૂટરમાં રિવર્સ ગિયર પણ છે.

Read Also

Related posts

આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા

GSTV Web News Desk

ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો

Vishvesh Dave

WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો

Hardik Hingu
GSTV