GSTV
ANDAR NI VAT India News Trending

આઠવલેની યુપીમાં લોકસભા બેઠકો ફાળવવા માંગ, આઠવલેએ ભાજપના નેતાઓ સાથે પ્રારંભિક વાતચીત કરી

નરેન્દ્ર મોદી સરકારમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી રામદાસ આઠવલેએ માંગ કરી છે કે, ભાજપ લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં તેમને કેટલીક બેઠકો ફાળવે. પોતાની રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા યુપીમાં દલિત મતોને એનડીએ તરફ વાળવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે એવા દાવા સાથે આઠવલેએ ભાજપના નેતાઓ સાથે પ્રારંભિક વાતચીત પણ કરી છે. આઠવલેનો દાવો છે કે, આ અંગે પોતે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે પણ વાત કરશે.

રામદાસ આઠવલેએ લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની શિરડી બેઠક પોતાને ફાળવવા પણ માંગ કરી છે. આઠવલે 2009માં શિરડીથી ચૂંટણી લડ્યા હતા પણ હારી ગયા હતા. રાજ્યસભામાં આઠવલેનો કાર્યકાળ 2026માં પૂરો થાય છે. એ પહેલાં આઠવલે લોકસભાની ચૂંટણી જીતીને પોતાનું ભાવિ સલામત કરવા માંગે છે. ભાજપનાં સૂત્રોના મતે, ભાજપ માટે આઠવલેની એક પણ માંગણી સ્વીકારવી શક્ય નથી. ભાજપ બહુ બહુ તો આઠવલેને ફરી રાજ્યસભામાં મોકલી શકે છે.

READ ALSO…

Related posts

બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી

Vushank Shukla

મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે

Vushank Shukla

ફુલ સ્પીડમાં હતી કોરોમંડલ એક્સપ્રેસ, રોકી શકાય તેમ નહોતી, ઓડિશા ટ્રેન અકસ્માત પર રેલવેનું નિવેદન

Vushank Shukla
GSTV