તમારા ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવા માટે કેન્દ્ર સરકારની અટલ પેન્શન યોજના (Atal Pension Yojna) નો લાભ મેળવી શકાય છે. આ યોજના હેઠળ, તમારી નિવૃત્તિની વય બાદ થોડી બચત અને રોકાણ એક મોટી સહાયક બનશે. આ સરકારી યોજનામાં સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા આશરે 25 કરોડ છે. અટલ પેન્શન યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રના લોકો માટે માસિક પેન્શનની વ્યવસ્થા પણ હોય છે. ગરીબ અને મજૂરી કરનારા વર્ગના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ જ કારણ છે કે આપની વૃદ્ધાવસ્થાને આર્થિક રૂપથી સુરક્ષિત કરવા લોકો આ યોજનાને પસંદ કરી રહ્યાં છે. ત્યારે અહીં જાણીશું આ સંપૂર્ણ સ્કીમ વિશે…

માત્ર 42 રૂપિયામાં રોકાણ શરૂ કરો
આ વર્ષે ઑક્ટોબરના અંતમાં ગ્રાહકોની સંખ્યામાં 34.51 ટકાનો વધારો થયો છે. ખાસ બાબત તો એ છે કે આ યોજનામાં તમે દર મહીને ફક્ત 42 રૂપિયામાં આપ આજીવન પેન્શનનો લાભ મેળવી શકો છો. આ માટે, તમારે 18 વર્ષમાં આ યોજનામાં જોડાવું પડશે. ત્યાર બાદ દર મહિને 42 રૂપિયા ચૂકવ્યા પછી 60 વર્ષની વય પાર કર્યા બાદ તમને દર મહીને 1 હજાર રૂપિયા પેન્શન મળશે. આ સાથે જો તમે 210 રૂપિયા જમા કરાવો છો તો તમને દર મહિને રૂપિયા 5 હજારનું પેન્શન મળશે.
આપને જણાવી દઈએ કે અટલ પેન્શન યોજનાનો ઉદ્દેશ વૃદ્ધાવસ્થામાં આવકની સુરક્ષા પૂરી પાડવાનો છે. આમાં 60 વર્ષની વય પછી ન્યૂનતમ પેન્શનની ગેરંટી આપવામાં આવે છે. દેશનો કોઈ પણ નાગરિક 18થી 40 વર્ષની ઉંમરે આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાની વિશેષતા એ છે કે શેરહોલ્ડરના મૃત્યુ બાદ આ પેન્શન તેના જીવનસાથીને આપવામાં આવે છે. માત્ર એટલું જ નહીં, પરંતુ બંનેના મૃત્યુ બાદ પેન્શન ફંડમાં જમા કરાયેલ રકમ નોમિનેશનમાં લખેલા નામવાળી વ્યક્તિને પણ આપવામાં આવે છે.

મૃત્યુ પછી પણ આ યોજનાનો લાભ મળે છે
જો આ યોજના સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિનું 60 વર્ષ પહેલાં જ મૃત્યુ થઇ જાય છે તો પછી તેની પત્ની પણ આ યોજનામાં રૂપિયા જમા કરાવી શકે છે અને 60 વર્ષ પછી દર મહિને આ પેન્શન તેને મળી શકે છે. બીજો વિકલ્પ એ છે કે તે વ્યક્તિની પત્ની તેના પતિના મૃત્યુ પછી લમ્પશમ રકમનો દાવો કરી શકે છે. જો પત્ની પણ મૃત્યુ પામે છે તો પછી આ રકમ નોમિનેશનમાં નામ ધરાવનારી વ્યક્તિને મળે છે.
ઇન્ટરનેટ બેંકિંગ વિના પણ આપ ખાતું ખોલાવી શકો છો
ટૂંક સમયમાં બચત ખાતાધારકો ઇન્ટરનેટ બેન્કિંગ વિના પણ ‘અટલ પેન્શન યોજના’ (APY) હેઠળ ખાતું ખોલાવી શકશે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA), APY-POP ને પોતાના વર્તમાન બચત ખાતા ધારકોને ઑનલાઇન APY અકાઉન્ટ ખોલવા માટે એક વૈકલ્પિક માધ્યમ રજૂ કરવાની પરવાનગી આપી રહી છે. નવા માધ્યમ હેઠળ કોઈ વ્યક્તિ ઇન્ટરનેટ બેંકિંગ અથવા મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કર્યા વિના APY એકાઉન્ટ ખોલી શકે છે.

શું છે નવી પદ્ધતિ ?
અટલ પેન્શન યોજના માટે 5 તબક્કામાં અરજી કરી શકાય છે. એ માટે તમારે પહેલા મોબાઇલ એપ્લિકેશન પર જવું પડશે અથવા https://enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html લિંક પર જવાનું રહેશે. ત્યાર બાદ તમારે APY એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે.
બેંક તમામ વિગતોની ચકાસણી કરશે અને ત્યાર બાદ તમારું અકાઉન્ટ સક્રિય થઈ જશે
હવે તમારા આધારકાર્ડની વિગતો તેમાં ઉમેરો. બાદમાં તમારા આધાર સાથે સંકળાયેલા મોબાઇલ નંબર પર OTP આવશે. હવે OTP ભર્યા બાદ અને બેંક વિગતો આપ્યા બાદ તમારું સરનામું લખો. હવે બેંક આ તમામ વિગતોની ચકાસણી કરશે અને ત્યાર બાદ તમારું અકાઉન્ટ સક્રિય થઈ જશે. હવે તમે નોમિની અને પ્રીમિયમ જમા કરવા અંગેની માહિતી આપી શકો છો. વેરિફિકેશન માટેના ફોર્મને ઇ-સાઇન કરવા પર અટલ પેન્શન યોજના માટે આપની રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ થઇ જશે.
READ ALSO :
- વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન
- શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત
- પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી
- વડાલીના અનુસૂચિત સમાજનો વરઘોડો તો નીકળ્યો પણ પોલીસ બંદોબસ્ત સાથે, પણ કેમ?
- સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી