GSTV
Finance Trending

કામનું/ આ સરકારી યોજનામાં દર મહિને જમા કરાવો 210 રૂપિયા, પતિ-પત્ની બંનેને દર મહિને મળશે 10 હજાર રૂપિયા પેન્શન

યોજના

મોટાભાગના લોકો રિટાયરમેન્ટ પછી આર્થિક સુરક્ષાની ચિંતા કરે છે. આ ચિંતા જીવનમાં ન આવે, તે માટે જરૂરી છે કે તમે સમયસર પેન્શન પ્લાનિંગ કરો. જો તમે પણ તમારી રિટાયરમેન્ટ પછી આર્થિક સુરક્ષા ઇચ્છો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં તમને સરકારની અટલ પેન્શન યોજના વિશે માહિતી આપવામાં આવી રહી છે, જેમાં પતિ-પત્ની અલગ-અલગ એકાઉન્ટ ખોલીને 10,000 રૂપિયાનું માસિક પેન્શન મેળવી શકે છે.

અટલ પેન્શન યોજના એક એવી સરકારી યોજના છે, જેમાં તમારી તરફથી રોકાણ તમારી ઉંમર પર નિર્ભર કરે છે. આ યોજના હેઠળ, તમને લઘુત્તમ માસિક પેન્શન રૂ. 1,000, રૂ. 2000, રૂ. 3000, રૂ. 4000 અને મહત્તમ રૂ. 5,000 મળશે. તે સુરક્ષિત રોકાણ છે. સરકાર દર 6 મહિને માત્ર 1239 રૂપિયાનું રોકાણ કરવા પર 60 વર્ષની ઉંમર પછી 5000 રૂપિયા પ્રતિ માસ એટલે કે 60,000 રૂપિયા વાર્ષિક પેન્શનની ગેરેન્ટી આપે છે. જો પતિ-પત્ની બંને રોકાણ કરે છે તો વાર્ષિક 1.2 લાખ રૂપિયાનું પેન્શન મળશે. આ યોજનામાં થાપણદારોને 60 વર્ષ પછી પેન્શન મળવાનું શરૂ થાય છે.

યોજના

આ રીતે કરી શકો છો રોકાણ

18 થી 40 વર્ષનો કોઈપણ ભારતીય નાગરિક આ યોજનામાં રોકાણ કરી શકે છે. જો તમે 18 વર્ષની ઉંમરે વધુમાં વધુ 5,000 રૂપિયાના માસિક પેન્શન માટે આ યોજનામાં જોડાઓ છો, તો તમારે દર મહિને માત્ર 210 રૂપિયા ચૂકવવા પડશે. જો આ જ રકમ દર 3 મહિને જમા કરાવવાની હોય, તો 626 રૂપિયા ચૂકવવા પડશે અને 6 મહિનામાં 1,239 રૂપિયા ચૂકવવા પડશે. જો તમારી ઉંમર 18 વર્ષ છે અને આ સ્કીમમાંથી 1000 રૂપિયાનું માસિક પેન્શન જોઈએ છે, તો તમારે માત્ર 42 રૂપિયા માસિક ચૂકવવા પડશે.

નાની ઉંમર, વધુ નફો

ધારો કે તમે 5,000 રૂપિયાના પેન્શન માટે 35 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાઓ છો, તો 25 વર્ષ સુધી દર 6 મહિને તમારે 5,323 રૂપિયા જમા કરાવવા પડશે. આવી સ્થિતિમાં, તમારું કુલ રોકાણ 2.66 લાખ રૂપિયા થશે, જેના પર તમને 5,000 રૂપિયાનું માસિક પેન્શન મળશે. બીજી તરફ, જો તમે 18 વર્ષની ઉંમરે તેમાં જોડાઓ છો, તો તમારું કુલ રોકાણ માત્ર 1.04 લાખ રૂપિયા હશે.

યોજના

જાણો આ યોજનાની ખાસિયત

  • પેમેન્ટ માટે ત્રણ વિકલ્પો છે. તમે માસિક, ત્રિમાસિક અથવા અર્ધવાર્ષિક રકમ જમા કરી શકો છો.
  • અટલ પેન્શન યોજનામાં રોકાણ કરનારા લોકોને 1.5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ લાભ મળે છે.
  • એક સભ્યના નામે માત્ર એક જ ખાતું ખોલવામાં આવશે.
  • જો સભ્ય 60 વર્ષ પહેલા કે પછી મૃત્યુ પામે છે, તો પેન્શનની રકમ પત્નીને આપવામાં આવશે.
  • જો પતિ-પત્ની બંને મૃત્યુ પામે છે, તો સરકાર નોમિનીને પેન્શન આપશે.

Read Also

Related posts

નફીસા આપઘાત કેસ / પ્રેમી રમીઝની પોલીસે કરી ધરપકડ, આરોપી પર આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ

Zainul Ansari

મહારાષ્ટ્ર / બળવાખોર ધારાસભ્યોની સુપ્રીમ કોર્ટમાં અરજી : અમારા જીવને જોખમ, રોજ મળી રહી છે ધમકીઓ

Hardik Hingu

વર્લ્ડ રેકોર્ડ / સળંગ 10 કલાક સુધી 105થી વધુ ગીતો ગાયા, અમદાવાદની આ સંસ્થાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

Zainul Ansari
GSTV